________________
१९७
દ્વિતીયઃ સ.
तव प्राग्भवपत्नीयं, त्वत्कृतमन्वमोदत । ततोऽस्या अपहारोऽभूत्, कृतं कर्मैव नाऽन्यथा ॥३५०॥ श्रुत्वेदं सुगुरून् नत्वा, प्राप्य श्राद्धव्रतावलीम् । अतिष्ठं पौषधग्राही, चतुष्पां निजौकसि ॥३५१॥ देवैरसि त्वमानीता, मम भाग्यैरिव द्रुतम् । न प्राप्नोति किमु प्राणी, धर्मकर्मणि कर्मठः ? ॥३५२॥ अथ भूमिपतिः साकं, तया वैषयिकं सुखम् । भुञ्जानो न्यगमत् कालं, सुधाभुगिव भूचरः ॥३५३॥
તે રોતા રોતા ભોગવવું પડે છે.” (૩૪૯)
વળી પૂર્વભવની તારી પત્નીએ તારા કામમાં અનુમોદના કરી હતી તેથી તેનો અપાર થયો અને બારવર્ષ પર્યત તેને પણ દુઃખ ભોગવવું પડશે. કરેલું કર્મ કોઈ કાળે અન્યથા થતું નથી.” તેથી જ કોઈનો વિયોગ પડાવશો નહીં ? (૩૫૦)
આ પ્રમાણે સાંભળી શ્રાવકના બારવ્રત સ્વીકારી સુગુરુને નમસ્કાર કરી હું મારા સ્થાનકે આવ્યો. વ્રતોનું આરાધન કરતાં ચારપર્વ દિવસોએ હું પૌષધ કરવા લાગ્યો (૩૫૧)
અને બાર વર્ષ પૂરા થવાની રાહ જોવા લાગ્યો. આજે બારવર્ષ પૂર્ણ થતા જાણે મારા સાક્ષાત ભાગ્ય હોય એવા દેવો તને અહીં લઈને આવ્યા. અહો ! ધર્મકર્મમાં તત્પર એવા પ્રાણીને શું શું સુખ પ્રાપ્ત થતું નથી. ? (૩૫૨)
હવે વનમાલાની સાથે વિષયસુખ ભોગવતાં રાજા દેવની જેમ કાળ વ્યતીત કરવા લાગ્યો. પ્રાંતે દ્રવ્ય અને ભાવથી અનશન સ્વીકારી મરણ પામી તે છઠ્ઠી લાંતક દેવલોકે અવતર્યો. અનુક્રમે