________________
१९६
श्री मल्लिनाथ चरित्र
तद्वियोगातुरो हंसः, परिभ्रमन्नितस्ततः । नैवाऽऽद विशखण्डानि नैवाऽऽप सलिले रतिम् ॥३४५॥
अथ तं तादृशं वीक्ष्य, वारलां जलधारया । अन्ते द्वादश नाडीनां, प्रक्षाल्य दययाऽमुचः || ३४६॥
दीनदानप्रभावेण त्वमभूद् धरणीश्वरः । दानेन परमा भोगा, भवन्ति भववर्तिनाम् ॥३४७॥ त्वया द्वादशनाडीभिर्यत् कर्म समुपार्जितम् । वर्षैर्द्वादशभिर्बाढं, तदशेषं सहिष्यते ॥ ३४८ ॥ यत:
अदीर्घदर्शिभिः क्रूरैर्मूढैरिन्द्रियवाजिभिः । हसद्भिः क्रियते कर्म, रुदद्भिरनुभूयते ॥ ३४९ ॥
વિયોગથી દુઃખી હંસ આમતેમ ભમવા લાગ્યો. અને કમળપત્રના ભક્ષણનો તથા જળપાનનો પણ તેણે ત્યાગ કર્યો. (૩૪૫)
પછી તે હંસની દયનીય સ્થિતિનો ખ્યાલ આવતાં બાર ઘડી પછી તે હંસીને જળધારાથી ધોઈને છોડી મૂકી. એટલે તેને ઓળખીને હંસે સ્વીકારી બંનેના વિયોગનુ દુઃખ નાશ પામ્યું. (૩૪૬)
ત્યાંથી મરીને તું દીનજનોને દાન દેવાના પ્રભાવથી રાજા થયો કેમ કે પ્રાણીઓ દાનથી પરમભોગ પામે છે. (૩૪૭) બારઘડી પર્યંત હંસહંસીને વિયોગ કરાવવાથી તેં જે અશુભકર્મ ઉપાર્જન કર્યું હતું તેથી બારવર્ષ પર્યંત તારે રાણીના વિયોગનું દુઃખ ભોગવવું પડશે. (૩૪૮)
કહ્યું છે કે :- “ટુંકા વિચારવાળા, ક્રૂર અને મૂઢજનો ઃહસતાં હસતાં ઈંદ્રિયરૂપ અશ્વોથી પ્રેરાઈને જે કર્મ બાંધે છે