________________
१६७
દ્વિતીયઃ સ:
परिपाल्य चिरं चारु, चारित्रं राजसंयमी । एकावतारः समभूद्, वैजयन्ते स नाकसत् ॥२०५।। तस्माच्च्युत्वा विदेहेऽसौ, प्राप्य तीर्थङ्करव्रतम् । अक्षयं नीरुजं कान्तं, निर्वाणपदमेष्यति ॥२०६।। श्रुत्वेदं हन्त ! सत्पात्रं, फलं न विकलं श्रिया । उवाच विस्मितो राजा, राजमानो महाबलः ॥२०७।। साम्प्रतं श्रोतुमिच्छामि, गुरो ! शीलनिदर्शनम् । उत्सुकोऽस्मीति गदिते, बभाषे संयमीश्वरः ॥२०८॥ सर्वेषामपि धर्माणां, दुष्करं शीलपालनम् । इदं वशंवदं सर्वं भुवनं पुष्पधन्विनः ॥२०९॥
અને દીર્ઘકાળ સુંદર ચારિત્ર પાળીને તે રાજર્ષિ વૈજયંત વિમાનમાં એકાવતારી દેવ થયા (૨૦૫).
ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામી જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી તે અક્ષય, નિરૂજ અને કાંત એવું નિર્વાણપદ પામશે. (૨૦૬).
આ પ્રમાણે સુપાત્રદાનનું સંપત્તિયુક્ત મહાફળ સાંભળીને વિસ્મય પામી મહાબળરાજાએ કહ્યું કે – (૨૦૦૭)
હે ગુરો ! હવે આપની પાસેથી શીલધર્મ દષ્ટાંતયુક્ત સાંભળવાને હું અત્યંત ઉત્સુક છું.” એટલે મહામુનિ શીલધર્મનું વર્ણન કરતાં જણાવે છે કે - (૨૦૮)
સર્વધર્મોમાં શીલધર્મનું પાલન કરવું અતિદુષ્કર છે. આ સમસ્ત ભુવન મન્મથને વશવર્તી છે. (૨૦૯)
શીલ એ ભાવનારૂપ લતાનું મૂળ છે. કીર્તિરૂપ નદીને માટે