________________
१६५
હેતી: સઃ तवाभ्यर्णचरश्चण्डो, भवन्तं दानतत्परम् । विलोक्य धन्योऽयमिति, मुहुस्त्वामन्वमोदत ॥१९५।। वसन्तो जगतीं प्राप, त्वत्सार्थेन महामुनिः । क्रमेण च भवाल्लेभे, सौधर्मे त्रिदशश्रियम् ॥१९६।। अथ च्युत्वा भवाञ्जज्ञे, नरेन्द्रः पद्मशेखरः । करम्बदानात् द्विाभोऽभवद् राज्यद्वयस्य ते ॥१९७|| चण्डोऽपि क्रमशो जज्ञे, तस्मिन् यक्षो महावने । भवान् यत्र समायातो, देवीकूटप्रयोगतः ॥१९८॥ यक्षेण फणिनो रूपं, विधाय त्वं च रक्षितः । संहृतं तव खर्वत्वं, राज्यलक्ष्मीसमागमे ॥१९९।।
તે વખતે તેને દાન દેતાં જોઈ તારા ચંડ નામના સેવકે અહા ! આ ધન્ય છે. એમ વારંવાર તારી અનુમોદના કરી. (૧૯૫)
પછી મહામુનિ તારા સાથે સાથે વસતિવાળા સ્થાનમાં આવ્યા. તું અનુક્રમે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયો. (૧૯૬)
ત્યાંથી આવીને તું પદ્મશેખર થયો. બે વાર કરંબાનું દાન દેવાથી તને બે રાજયનો લાભ થયો. (૧૯૭)
તારી અપરમાતાના ખોટા પ્રયોગથી જે વનમાં તું આવ્યો ત્યાં પેલો ચંડ પણ મરીને અનુક્રમે એક મહાવનમાં યક્ષ થયો. (૧૯૮)
ત્યાં યક્ષે જ્ઞાનદ્વારા તને ઓળખીને સર્પનું રૂપ લઈ વામનપણું કરવાવડે તારી રક્ષા કરી. અને રાજયશ્રીનો લાભ થવાનો હતો તે અવસરે તારૂં વામનપણું સંહરી લીધું. (૧૯૯૯)
અહો ! સુપાત્રદાનનું પ્રાણીઓને જે ફળ મળે છે, તેનું વાણીની