________________
द्वितीयः सर्गः
तस्याविनिर्गतः पद्म:, प्राप शोभापुरं पुरम् । इतश्च चण्डो मार्तण्डो, नभोमध्यं व्यगाहत ॥८१॥
नखम्पचासु धूलीषु, दुःसञ्चारेषु वर्त्मसु । बिभ्राणेष्विव निक्षिप्तकारीषानलविभ्रमम् ॥८२॥
हर्षादध्ययनस्थानाद्, गृहीत्वा पुस्तकावलीम् । बठरच्छात्रवर्गेषूत्तिष्ठत्सु निजकासनात् ॥८३॥
मार्गभ्रमपरिश्रान्तः, क्षुधाक्षामकडेवरः । सुष्वाप सहकारस्य, च्छायायां पद्मशेखरः ॥८४॥
इतश्चागत्य तत्पादाङ्गुष्ठं चञ्चन्नखप्रभम् । अचालयत् कराग्रेण, नरः कश्चिद् महामनाः ॥८५॥
१४१
અને શોભાપુર નામના નગરમાં આવ્યો. તેવામાં પ્રચંડ તાપ વર્ષાવતો સૂર્ય આકાશના મધ્યભાગમાં આવ્યો. (૮૧)
શોભાપુરનગરમાં આગમન, સહકારવૃક્ષ તળે શયન.
એવામાં મધ્યાહ્નકાળ થવાથી ધૂળ બહુ જ ગરમ થઈ ગઈ એટલે જાણે માર્ગમાં છાણાનો અગ્નિ પાથર્યો હોય તેમ સર્વ રસ્તા દુઃસંચાર થઈ ગયા. (૮૨)
તે વખતે પાઠશાળામાંથી પોતાના પુસ્તકો સહિત વિદ્યાર્થીઓ હર્ષપૂર્વક આસનપરથી ઊઠી પોતપોતાના ઘર તરફ જતા હતા. (૮૩)
તે સમયે માર્ગના ભ્રમણથી પરિશ્રાંત થયેલો અને ક્ષુધાથી ક્ષીણ થઈ ગયેલો પદ્મશેખર એક સહકારવૃક્ષની છાયામાં સૂઈ ગયો. (૮૪)
તેને અલ્પ સમય થયો તેવામાં કોઈ મહાશયે આવીને પોતાના