________________
१२८
दूरादेवाऽवनीनाथः, करिस्कन्धाद् मदादिव ।
उत्तीर्य राजचिह्नानि पञ्चाऽमुञ्चत् समाहितः ||१८||
',
,
क्रोधाऽन्धकारमार्तण्डं, मानाऽचलपविप्रभम् । मायावल्लीतुषाराभं, लोभाऽम्भोधिघटोद्भवम् ॥१९॥
श्री मल्लिनाथ चरित्र
आरामं साम्यवल्लीनामभिरामं महाव्रतैः । आत्मारामं महासत्त्वं, मुक्तरामं विरागतः ॥२०॥
लब्धिरत्नाकरं श्रीमज्जिनधर्ममिवाऽङ्गिनम् । वरधर्माख्यामाचार्यमद्राक्षीत् क्षितिनायकः ॥२१॥ त्रिभिर्विशेषकम्
अथ प्रदक्षिणीकृत्य, मुनिनाथं जिनेन्द्रवत् । पुलकच्छद्मना बिभ्रद्, भक्ति मूर्ती ननाम तम् ॥ २२॥
એટલે દૂરથી જ મદની જેમ હસ્તિસ્કંધથી નીચે ઉતરીને શાંતચિત્તે પાંચ રાચિન્હોનો તેણે ત્યાગ કર્યો. (૧૮)
પછી આગળ ચાલતાં ક્રોધરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યસમાન, માનરૂપ પર્વતને ભેદવામાં વજસમાન, માયારૂપીવેલડીને બાળવામાં તુષાર (ઠાર-હિમ) સમાન, લોભરૂપ સાગરને શોષવામાં અગસ્ત્યઋષિ સમાન, સમતારૂપ લતાના આરામ (બગીચા) સમાન, મહાવ્રતોથી અભિરામ, આત્મામાં રમણ કરનાર, મહાસત્ત્વયુક્ત, વિરાગથી રમણીસંગ રહિત, લબ્ધિઓના ભંડાર, મૂર્તિમંત જિનધર્મ સમાન શ્રીમાન્ વરધર્માચાર્યને તેણે જોયા. (૧૯-૨૧)
એટલે જિનેન્દ્રની જેમ તેમને પ્રદક્ષિણા કરીને રોમાંચના બ્યાનાથી સાક્ષાત્ ભક્તિને ધારણ કરતા રાજાએ તેમને વંદન કર્યું. (૨૨) ૨. મૂર્ખેત્તિ ।