________________
१२७
દિવ: : रथैः श्रोत्रपथाध्वन्यचारुचीत्कारबन्धुरैः । अनन्तैर्भक्तसामन्तैः, समन्तात् परिवारितः ॥१३।। भूचरस्वर्वधूभ्रान्तिप्रदवारपुरन्ध्रिभिः । चामरै रत्नखचितैर्वीज्यमानः पदे पदे ॥१४॥ बन्दिभोगावलीपाठस्पर्धाप्रसमरिव । नादैर्मङ्गलतूर्याणां, पिदधन् रोदसीतलम् ॥१५॥ धर्मातन्त्रैर्वृतो मित्रैः, षड्भिर्लक्ष्मीविकस्वरैः । पदातिभिश्च पारीन्द्रप्रौढाविक्रमविश्रुतैः ॥१६॥ गजेन्द्रस्कन्धमारूढः, प्रौढप्रसृतभावनः । तदुद्यानमथ प्राप, नन्दनं वासवो यथा ॥१७॥ सप्तभिः कुलकम् હોય એવા અશ્વોથી, (૧૧-૧૨)
શ્રોત્રપથના (કર્ણપથ) પથિક એવા ચારૂ (સુંદર) ચિત્કારથી મનોહર-રથોથી અને અનેક ભક્ત સામંતોથી ચારેબાજુ પરિવરેલો, મનુષ્યોને દેવાંગનાઓની ભ્રાંતિ આપનારી એવી વારાંગનાઓથી પગલે પગલે રત્નજડિત ચામરોથી વીંઝાતો, (૧૩-૧૪)
બંદીજનોની બિરૂદાવલીના પાઠની સ્પર્ધાથી જાણે પ્રસરતા હોય એવા મંગલ વાજીંત્રોના નાદથી આકાશ અને વસુધાતલને ઓતપ્રોત કરી દેતો ધર્મવિચારમાં સંમત અને લક્ષ્મીથી વિકસ્વર છે મિત્રોથી પરિવરેલો અને સિંહ જેવા પ્રૌઢ પરાક્રમથી પ્રખ્યાત એવા પદાતિઓથી વીંટાયેલો (૧૫-૧૬)
તેમજ અચલ મનવાળો એવો મહાબલરાજા ગજેન્દ્રના અંધઉપર આરૂઢ થઈ આચાર્ય ભગવંતને વંદન કરવા માટે ચાલ્યો. અનુક્રમે પ્રૌઢ તથા વિસ્તૃત ભાવનાયુક્ત તે રાજા નંદનવનમાં ઇન્દ્ર આવે તેમ ઉદ્યાનમાં આવ્યો. (૧૭)