________________
પ્રથમ: સff:
सदशानि मनोज्ञानि, वासांसि श्रीबलाऽऽज्ञया । च्युतानीवेन्दुकिरणैः, पर्यधाद् नूतनो नृपः ॥५५९॥ चन्दनैश्चन्द्रकान्ताश्मस्त्यानबिन्दूदकैरिव । तस्याऽङ्गरागं सर्वाङ्ग, विदधुर्वारयोषितः ॥५६०॥ भूषणैर्भूषितस्तैस्तैर्मुक्तामाणिक्यसंभवैः । नवो राजा रराजाऽसौ, कल्पद्रुः पल्लवैरिव ॥५६१॥ माणिक्यभासुरं रेजे, मुकुटं तस्य मूर्धनि । उदयाद्रितटे टीकमानं बिम्बं रवेरिव ॥५६२॥ श्रीबलो धारयामास, च्छवं मूर्ति निवेशितम् । क्षीरसागरडिण्डीरपिण्डैरिव विनिर्मितम् ॥५६३॥
શિર નમાવીને તે નૂતન રાજાને પ્રણામ કર્યા. (૫૫૮)
પછી બલરાજાની આજ્ઞાથી તે નવીન રાજાએ સુંદર કોરવાળાં, મનોજ્ઞ અને ચંદ્રના કિરણોવડે વણેલાં હોય તેવાં ઉજ્જવલ વસ્ત્રો પહેર્યા. (૫૫૯)
એટલે વારાંગનાઓએ ચંદ્રકાંત મણિમાંથી નીકળેલા જળબિંદુના સમૂહ સમાન ચંદનરસથી તેના સર્વાગે વિલેપન કર્યું. (પ૬૦)
પછી મુક્તા અને માણિક્યના ભૂષણોથી ભૂષિત થયેલો તે નવીનરાજા પલ્લવોથી કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. (પ૬૧)
ઉદયાચલના તટપર ઉદય પામતા સૂર્યના બિબની જેમ તેના મસ્તકપર માણિક્યથી દેદીપ્યમાન મુગટ શોભવા લાગ્યો. (૫૬૨)
જાણે ક્ષીરસાગરના ફીણના પિંડથી બનાવેલ હોય તેવું છત્ર બલરાજાએ તેના મસ્તક પર ધારણ કરાવ્યું. (પ૬૩)