________________
११०
क्रियमाणेषु सर्वत्र, शान्तिकेषु महर्षिभिः । रक्षाभूतिषु धारिण्या, बध्यमानासु दोर्युगे ॥ ५१५ ॥
घटीतात्पर्ययुक्तेषु निविष्टेषु द्विजेष्वपि । सूतिकर्मप्रवीणासु, तल्लीनासु पुरन्ध्रेिषु ॥५१६॥
श्री मल्लिनाथ चरित्र
परिपूर्णेषु मासेषु, सार्धाष्टमदिनेष्वपि ।
असूत धारिणी पुत्रं, राजनीतिर्यथा धनम् ॥ ५१७॥ त्रिभिर्विशेषकम्
सर्वातिशायिशोभाऽऽढ्यं तदानन्दकृतं शुभम् । मङ्गल्यदीपैरखिलैः, सूतिवेश्म तदा बभौ ॥ ५९८ ॥
यथाविधि व्यतिक्रान्ते, षष्ठीजागरणोत्सवे । मानयित्वा निजं ज्ञातिमित्रवर्गमनुद्धतः ॥५१९॥
પછી સર્વત્ર મહર્ષિઓથી શાંતકર્મ કરાતી ધારિણીને બંને બાહુમાં રક્ષાપોટલી બાંધતાં, (૫૧૫)
કાળનાં તાત્પર્યને જાણનારા બ્રાહ્મણો હાજર થતાં, સૂતિકર્મમાં પ્રવીણ અને તે કર્મમાં લીન એવી સ્ત્રીઓ આવતાં. (૫૧૬)
નવમાસને સાડા આઠ દિવસ પૂર્ણ થયા એટલે રાજનીતિ જેમ ધનને ઉત્પન્ન કરે તેમ ધારિણી રાણીએ પુત્રને જન્મ આપ્યો. (૫૧૭)
તે વખતે સર્વ પ્રકારની શોભાથી યુક્ત, જોનારને આનંદ ઉત્પન્ન કરનાર અને શુભ એવું સૂતિકાગૃહ ચોતરફ મંગળદીપકોથી શોભવા લાગ્યું. (૫૧૮)
પછી ષષ્ઠીજાગરણનો મહોત્સવ યથાવિધિ વ્યતિક્રાંત થતાં નમ્રશીલ એવા બળરાજાએ પોતાના જ્ઞાતિ અને મિત્રવર્ગનો સત્કાર કરી, (૫૧૯)