________________
१०८
श्री मल्लिनाथ चरित्र
ततोऽयोध्यासमायातविद्याभृन्नियमोत्सवम् । विदधुर्नृम्भका देवाः, प्राक्तनभवबान्धवाः ॥५०५॥
अथ राजाऽपि सूरीणां, प्रणिपत्य पदद्वयीम् । धर्मकर्मप्रवीणात्मा जगाम सदनं निजम् ||५०६॥
अन्येद्युर्धारिणी देवी, सुखसुप्ता महासती । शान्तं कान्तं मृगाधीशं प्रविशन्तं मुखाम्बुजम् ॥५०७||
विलोक्य निद्राविच्छेदे, स्मृत्वाऽभीष्टं जिनेश्वरम् । स्थित्वा वेत्रासने चित्रे, निशाशेषमवाहयत् ॥ ५०८ ॥ युग्मम्
प्रभाते धारिणी देवी, महास्वप्नं महीभुजः । अचीकथद् महोत्साहक्षीरवार्द्धन्दुमण्डलम् ॥५०९॥
પછી પૂર્વભવના બાંધવ એવા ભકદેવોએ અયોધ્યામાં આવેલા વિદ્યાધરનો દીક્ષામહોત્સવ કર્યો (૫૦૫)
અને ધર્મકર્મમાં પ્રવીણ એવો બળરાજા આચાર્યમહારાજના ચરણકમળને નમસ્કાર કરીને સ્વસ્થાને ગયો. (૫૦૬)
એકવાર સુખે સુતેલી મહાસતી ધારિણીદેવીએ પોતાના મુખકમળમાં પ્રવેશ કરતા શાંત અને મનોહર એવા મૃગેન્દ્રને સ્વપ્રમાં જોયો. (૫૦૭)
એટલે નિદ્રાને દૂર કરી શેષરાત્રી અભીષ્ટ એવા શ્રીજિનેશ્વરનું સ્મરણ કરતી તેણીએ એક સુંદર ખુરશી ઉપર બેસીને તેણે પસાર કરી. (૫૦૮)
પ્રભાતે રાણીએ મહા ઉત્સાહરૂપ ક્ષીરસાગરને ચંદ્રસમાન એવું તે મહાસ્વપ્ર રાજાને નિવેદન કર્યું. (૫૦૯)
એટલે રાજાએ તે સંબંધી વિચાર કરીને રાણીને કહ્યું કે – ‘હે