________________
श्री मल्लिनाथ चरित्र हरिश्चन्द्रोऽपि चण्डालनिदेशादिवसात्यये । श्मशानं रक्षितुमसावाययौ सात्त्विकाग्रणीः ॥४५७॥ क्वचिद्रक्षोगणाकीर्णं, क्वचिद्योगीन्द्रसेवितम् । क्वचित्फेरण्डफेत्कारं, क्वचिद्भूतविभीषणम् ॥४५८॥ क्वचिद्विभीषिकाभीष्मं, श्मशानं स परिभ्रमन् । रुदती सुदती काञ्चिद्, हरिश्चन्द्रो व्यलोकयत् ॥४५९॥ ऊचे च सुतनो ! किं ते, परिदेवनकारणम् ? । सोचे गत्वा पुरः पश्य, न्यग्रोधं स तथाऽकरोत् ।।४६०॥ ऊर्ध्वपादमधोवळं, वटशाखावलम्बिनम् ।
नरमेकं निरैक्षिष्ट, सर्वलक्षणलक्षितम् ॥४६१॥ તુરત જ વિસર્જન કર્યો. અને શુકને પાંજરામાં રખાવ્યો.” (૪૫૬)
આ બાજુ સાંજ થતાં ચંડાલના આદેશથી સાત્ત્વિકશિરોમણિ હરિશ્ચંદ્ર પણ સ્મશાનનું રક્ષણ કરવા ગયો. (૪૫૭)
અને ક્યાંક રાક્ષસોના સમૂહથી વ્યાસ, ક્યાંક યોગીન્દ્રોથી સેવિત, ક્યાંક શૃંગાલો (શિયાળીયાઓ)ના ફેસ્કારથી ભયાનક, (૪૫૮)
ક્યાંક ભૂતની ભયાનકતાથી ભીષણ, ક્યાંક ભયથી ભયાનક એવા સ્મશાનમાં પરિભ્રમણ કરતાં હરિશ્ચંદ્ર રૂદન કરતી કોઈક સ્ત્રી જોઈ. (૪૫૯).
એટલે તેને પૂછ્યું કે - હે સુતનો ! તું વિલાપ શા માટે કરે છે.? એટલે તે બોલી કે:-“આગળ ચાલીને પેલા વટવૃક્ષને જુઓ. (૪૬૦)
હરિશ્ચંદ્ર આગળ જઈને જોયું તો ઉંચે પગ અને નીચે મસ્તક