________________
श्री मल्लिनाथ चरित्र इत्युक्ते तेन भूपाल, आमेति न्यगदद्वचः । परं महर्षये देहि, निःशेषं मम काञ्चनम् ॥४१८॥ अथ दध्यौ मुनिः स्वान्ते, नमस्ते सत्त्वशालिने । नमस्ते धैर्यपात्राय, नमस्ते करुणात्मने ॥४१९।। कालदण्डोऽपि तावत्तद्, दत्त्वा स्वर्ण महर्षये । श्मशानमात्मनः प्राप, हरिश्चन्द्रसमन्वितः ॥४२०।। इतो वाराणसीपुर्यामशिवं समभूद् महद् । निलीयास्थादिव क्वापि, येनोच्चैर्मङ्गलध्वनिः ॥४२१॥ अथाह्वास्त महीचन्द्रोऽतन्द्रधीश्चन्द्रशेखरः । मन्त्रिणं सत्यवस्वाख्यं, प्रतिरूपमिवात्मनः ॥४२२।।
એક ભાગ તારે લેવો. (૪૧૭)
રાજાએ તે શરત કબૂલ કરીને કહ્યું કે, “પ્રથમ મારે દેવું છે તેટલું બધું સુવર્ણ આ મહર્ષિને આપી દો.” (૪૧૮)
આ વખતે ઋષિએ અંતરમાં ચિંતવ્યું કે:- સત્ત્વશાલી, ધૈર્યપાત્ર અને કરૂણાલુ એવા હે રાજન્ ! તને નમસ્કાર થાઓ, (૪૧૯)
પછી કાળદંડ બાકી રહેલું સુવર્ણ મહર્ષિને આપીને હરિશ્ચંદ્ર સહિત પોતાના સ્મશાનમાં આવ્યો. (૪૨૦)
એવામાં વારાણસી નગરમાં મરકી સંબંધી મોટો ઉપદ્રવ થયો, જેથી મંગલધ્વનિ તો જાણે ક્યાંય છુપાઈ જ ગયો. (૪૨૧)
સતેજ બુદ્ધિવાળા ચંદ્રશેખર રાજાએ પોતાના પ્રતિબિંબરૂપ સત્યવસુમંત્રીને બોલાવ્યો. (૪૨૨)
રાજાના આદેશથી રાજસભામાં આવતાં મંત્રીને હાથમાં