SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: : इतश्च ब्राह्मणः कोऽपि, भृतकक्रयकाम्यया । समया पृथिवीनाथमागात् प्रतिजनं भ्रमन् ॥३८६।। विलोक्य भूपमादाय, मस्तकं शस्तलक्षणम् । ऊचे कस्त्वं कथं देहं, भृतकीयसि रङ्कवत् ? ॥३८७॥ कृतमौनं शुचा भूपं, विलोक्य ब्राह्मणः स च । सुतारां तां लुलत्तारां, स निनिन्द विधेविधिम् ॥३८८।। सलक्षणं सुतं दृष्ट्वा, तदाग्रेऽचिन्तयद् द्विजः । त्रीण्यमूनि न सामान्यान्यत्र विश्वत्रयेऽपि हि ॥३८९॥ કાર્ય કરનારી હોય છે. એમ સર્વત્ર સાંભળવામાં આવે છે.” (૩૮૫) સુતારાને ખરીદે વિપ્ર. માની સાથે જતાં રોહિતને, ભોંય પર પાડે ક્ષિપ્ર. એવામાં નોકર ખરીદવાની ઈચ્છાથી કોઈ બ્રાહ્મણ દરેક માણસને પૂછતો પૂછતો રાજા પાસે આવ્યો, (૩૮૬) રાજાને તથા તેના પ્રશસ્ત લક્ષણવાળા મસ્તકને જોઈને તે કહેવા લાગ્યો કે - “હે ભદ્ર ! તું કોણ છે ? રંકની જેમ આ શરીરને સેવક શા માટે બનાવે છે ? (૩૮૭) તે વખતે શોકથી મૌન સેવનાર રાજાને તથા ચપળ નયનવાળી સુતારાને જોઈને તે બ્રાહ્મણ વિધિના વિધાનને નિંદવા લાગ્યો. (૩૮૮) એવામાં તેમની આગળ સુલક્ષણવાળા પુત્રને જોઈને તે વિપ્ર વિચારવા લાગ્યો કે - “આ ત્રિભુવનમાં આ ત્રણે કોઈ સામાન્ય લોક જણાતા નથી.” (૩૮૯)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy