________________
પ્રથN: 1:
मां विक्रीय गृहाणाशु, काञ्चनं किञ्चनाधुना । ૩થ પુત્રોડદ્રવીરાત !, વિયોગદું નહિ ત્વયા રૂદ્દા मातरिय तातं मे, विक्रीणन्तं चतुष्पथे । रुदत्याह सुताराऽमुं, वत्स ! भूपो भविष्यसि ॥३७७।। मा रोदीर्भद्र ! मा रोदीस्त्वां विक्रेता न कश्चन । मत्समीपे निषीदाशु, तुभ्यं दास्यामि मोदकम् ॥३७८॥ सा निदध्यौ हहा ! दैवं, भवे भवशतानि मे । शैलूष इव रूपाणि, प्रपञ्चयति नाटके ॥३७९॥ विक्रेतुमथ रथ्यायां, गतोऽसौ सपरिच्छदः । व्यसनं सत्त्वहेम्नो हि, कषपट्टो निगद्यते ॥३८०॥ રોહિતાશ્વ બોલ્યો કે, “હે તાત ? મને તમારે વેચવો નહિ. (૩૭૬)
હે માત ! ચતુષ્પથમાં મને વેચતાં મારા પિતાને તું રોક.” એ બાળકના વચન સાંભળી રડતી સુતારા બોલી કે, “હે વત્સ! તું ભાવિમાં રાજા થઈશ. (૩૭૭)
માટે હે ભદ્ર ! રૂદન ન કર. તને કોઈ વેચનાર નથી. તું સત્વર મારી પાસે બેસી જા. હું તને લાડુ આપીશ.” (૩૭૮)
એમ કહીને તે ચિંતવવા લાગી કે, અહો ! નાટકમાં વિવિધરૂપ બનાવનારા નટની જેમ દેવે એક ભવમાં મારા અનેક ભવ રચ્યા. (૩૭૯)
પછી પરિવાર સહિત રાજા સુતારાને વેચવા બજારમાં ગયો. કારણ કે દુઃખ એ તો સત્ત્વરૂપ સુવર્ણનો કષપટ્ટ (કસોટી-પાષાણ) છે. સત્ત્વશાળી જીવોની પરીક્ષા માટે કસોટીરૂપ છે. (૩૮૦).