________________
७६
श्री मल्लिनाथ चरित्र किञ्चिन्मार्गमतिक्रान्ता, परिश्रान्ता सुलोचना । कियदद्यापि गन्तव्यमित्यपृच्छद् महीपतिम् ॥३५३।। उवाच क्ष्मापतिर्देवि !, किं ताम्यसि न पश्यसि ? । इमां वाराणसी श्रान्तनेत्रपान्थप्रपाप्रभाम् ॥३५४|| वहन्ती नन्दनं देवि !, यदि खिन्नाऽसि दूरतः । अनुगङ्गमिमं चारु, चम्पकं द्रुममाश्रय ॥३५५।। देव्या तथाकृते राजा, स्वकरेण निजक्रमात् । दर्भाङ्करान्समाकर्षदयःकीलकसन्निभान् ॥३५६।। कुर्वती पादरुधिरैरिन्द्रगोपाङ्कितां धराम् ।
मन्दमन्दरवा देवी, न्यग्मुखी रोदिति स्म सा ॥३५७।। રાજાને પૂછ્યું કે - “હજુ કેટલે દૂર જવાનું છે ?” (૩૫૩)
એટલે રાજાએ કહ્યું કે - “હે દેવી! ખેદ શા માટે કરો છો ! થાકેલા નેત્રરૂપ મુસાફરોને પરબ સમાન આ વારાણસી નગરીને તું જોતી નથી ? (૩૫૪)
હે દેવી ! રોહિતને દૂરથી વહન કરતાં જો તું ખિન્ન થઈ હોય. તો ગંગાના કાંઠે આ સુંદર ચંપકવૃક્ષનીચે જરા વિસામો લે.” (૩૫૫)
રાણીએ તેમ કર્યું. એટલે રાજાએ પોતાના હાથવડે લોહના ખીલા સરખા દભકરોને સુતારાના પગમાંથી ઉખેડીને દૂર કર્યા. (૩પ૬)
એટલે પગમાંથી વહેતા લોહીથી પૃથ્વીને ઇંદ્રગોપ સરખી રક્તવર્ણી બનાવી. સુતારા કાંઈક આડું અવળુ મોટું કરીને મંદ મંદ સ્વરે રૂદન કરવા લાગી. (૩૫૭)