________________
એમને મુખ્ય અગ્યાર શિષ્યા હતા. એમને ‘ગણધર શબ્દથી સખાધવામાં આવ્યા છે. એ અગ્યારે જન્મથી બ્રાહ્મણા હતા અને વેદના જાણકાર કર્મકાંડી હતા. આ અગ્યારમાંથી ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણુ પછી માત્ર એજ ગણધરો શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામી હૈયાત હતા. ભગવાન મહાવીર પ્રભુના ઉપદેશની એમણે ખાર અંગેામાં ગુંથણી કરી હતી. એથી જીનશાસનમાં દ્વાદશઅંગેાને પવિત્રમાં પવિત્ર ધર્મસૂત્રેા તરીકે ગણવામાં આવે છે. ભગવાન સુધર્માસ્વામીના સમયમાં અને તે પછીથી પણ ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પાછળની સાધુ પરંપરા શરૂ રહી. આજે જૈન ધર્મના મુખ્ય બે વિભાગા પડેલા છે જૈન શ્વેતાંબર સંપ્રદાય અને જૈન દિગંબર સંપ્રદાય. આ બંને સંપ્રદાયાની પટાલિની શરૂઆત શ્રી સુધર્માસ્વામીથી થાય છે. દિગંબર જૈનાના ઇતિહાસની વાત માજી ઉપર રાખીને જૈન શ્વેતાંબરાના ઇતિહાસની વાત કરીએ. જૈન શ્વેતાંબર સપ્રદાય અનેક રીતે વિભક્તત થએલ છે. આમાં મુખ્ય વિભાગા જોતાં એક તા ભગવાન પાર્શ્વનાથ પ્રભુની સીધી પરંપરા ચાલી આવે છે. એને ‘કવલા ગચ્છ,’ ઉપકેશ ગચ્છ અને પાર્શ્વનાથ સંતાનીય'ના નામથી ઓળખવામાં આવે છે. બીજી જૈન શ્વેતાંખરેની શાખા તે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના ગણધર શ્રી સુધર્મા સ્વામીની પરંપરા અનેક રોતે વિભક્ત એલી છે. તેમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય, જૈન શ્વેતાંબર