________________
૩૬.
અગ્યારમી પાટે સુપ્રતિબદ્ધ સ્વામી થયા. પછી ઈદદિ સ્વામી, દિનસ્વામી થયા. આ સમયમાં પહેલા કાલિકાચાર્યો નિમેદનું વર્ણન કર્યું. પનવણ સૂત્રનું સંક્ષેપ વર્ણન કર્યું. ચૌદમી પાટે શ્રી વાસ્વામી થયા. આ સમયમાં સંવત પ્રવર્તક વિક્રમરાજા, વૃદ્ધવાદિ સ્વામી અને સ્યાદ્વાદ સપ્તભંગી ન્યાયના પ્રસ્થાપક શ્રી સિદ્ધસેન દિવાકર સ્વામી પ્રગટ થયા. આ સમયમાં જાવડશાહ ભાવડશાહના ધન વડે શત્રુંજયગિરિ ઉપર વિક્રમ સંવત ૧૦૮માં પ્રથમ દેરાસર તૈયાર કરાવીને રુષભદેવ ભગવાનની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી શત્રુંજયતીર્થને ઉદય થયું. શ્રી વાસ્વામી વિક્રમ સં. ૧૧૪માં સ્વર્ગવાસ પામ્યા. આ અરસામાં વીર નિર્વાણ પછી પ૧ વરસે વિક્રમ સં. કલ્માં પ્રખ્યાત દિગંબર જૈન મુનિ મહાપંડિત શ્રી કુંદકુંદાચાર્ય થયા. પંદરમી પાટે વજસેન સ્વામી થયા. આ સમયે ચાર ગચ્છ સ્થપાયા. એમાંથી કાલકને ચેરાશી ગચ્છ થયા, સોળમી પાટે ભદ્રગુપ્ત સ્વામી, સતરમી પાટે વયર સ્વામી, અઢારમી પાટે આર્યરક્ષિત સ્વામી, ઓગણીશમી પાટે નંદિલાચાર્ય, વીસમી પાટે આર્ય નાગડસ્તિ, પછી રેવતિ, સિંહસ્વામી, કંદિલ સ્વામી, નાગજિત, ગોવિંદ, ભૂતદિન સ્વામી થયા અને સતાવીશમી પાટે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ થયા, વિર નિર્વાણ પછી ૯૮૦ વરસે દેવદ્વિગણિ ક્ષમા શમણે સૂત્રને પુસ્તક રૂઢ કરાવ્યાં. વીર નિર્વાણ પછી ૯૪ વરસે એક કાલિકાચાર્ય થયા. એમણે કારણ વિશેષ કરીને પાંચમને બદલે એથની સંવત્સરી કરી અને તેજ સાલમાં