________________
પ્રકરણ ૬] ચાર પ્રાચીન કર્મ ગાથા છે. ૮૬ ગાથાવાળી પ્રકાશિત આવૃત્તિમાંની બીજી ગાથામાં વિષયને નિર્દેશ કરાયો છે. ત્રીજી ગાથામાં ચૌદ જીવસ્થાનાં, બારમીમાં ચૌદ માર્ગણાસ્થાનેનાં અને છવ્વીસમી ગાથામાં ચૌદ ગુણસ્થાનનાં નામ દર્શાવાયાં છે જીવસ્થાનોને ઉદ્દેશીને (૧) ગુણસ્થાનક, (૨) યોગ, (૩) ઉપયોગ, (૪) લેશ્યા, (૫) કમબંધ, (૬) ઉદય, (૭) ઉદીરણું અને (૮) સત્તા એમ આઠને વિચાર કરાય છે. માર્ગણાસ્થાને અંગે (૧) વસ્થાનક, (૨) ગુણસ્થાનક, (૩) યોગ, (૪) ઉપયોગ, (૫) લેશ્યા અને (૬ અલ્પબદુત્વ એમ છ વિચારાયાં છે. ગુણ
સ્થાનકને લક્ષીને (૧) અવસ્થાનક, (૨) યુગ, (૩) ઉપયોગ, (૪) લેશ્યા, (૫) બંધનો હેતુ, (૬) બંધ, (૭) ઉદય, (૮) ઉદીરણા, (૯) સત્તા અને (૧૦) અલ્પબહુ એમ દસ બાબતે વિચારાઈ છે.
વિવરણાત્મક સાહિત્ય (૧) ટીકા–જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૨૧)માં આ જિનવલ્લભગણિએ રચ્યાનું કહ્યું છે તે વિચારણીય છે.
(૨) ટીકા–આ ૭૫૦ શ્લોક જેવડી પાઈય ટીકા (વૃત્તિ) વિ. સં. ૧૧૭૩માં રામદેવે રચી છે. એઓ કર્તાના–જિનવલગણિના શિષ્ય થાય છે. આની એક હાથપથી વિસં. ૧૨૪૬માં કાગળ ઉપર લખાયેલી છે.
(૩) ભાસ-આમાં ૨૩ ગાથા છે. (૪) ભાસ-આમાં ૩૮ ગાથા છે.
(૫) વૃત્તિ–ઉપર્યુક્ત હરિભદ્રસૂરિએ આ ૮૫૦ લોક જેવડી વૃત્તિ અણહિલપુરપાટણમાં વિ. સં. ૧૧૭રમાં સંસ્કૃતમાં રચી છે. એમાં એમણેમૂળ કૃતિને “આગમિકવરસ્તુવિચારસારપ્રકરણ” કહી છે.
(૬) વૃત્તિઆ ૧૨૧૪૦ શ્લોક જેવડી સંસ્કૃત વૃત્તિ મલયગિરિરિએ રચી છે. એમાં એમણે મળ કૃતિને ષડશીતિ’ કહી છે
૧. આના કરતાં કાગળ ઉપર કોઈ હાથથી વહેલી લખાયેલી મળે છે ખરી? - ૨. જિ. ૨, કે, (વિ. ૧, પૃ. ૨૧)માં ૨૪૧ને ઉલ્લેખ છે.