________________
પ્રકરણ ૬] ચાર પ્રાચીન કર્મ ઓળખાવાનું શરૂ થયું ત્યારથી કે થોડાક સમય બાદ એ પૂર્વે રચાયેલા સમાનનાયક કર્મથને પ્રાચીન કર્મગ્રંથ” તેમ જ બહત-કર્મગ્રંથ” સંજ્ઞા અપાઈ.
સંખ્યા–પ્રાચીન કર્મગ્રંથોની સંખ્યા સંબંધમાં એકવાક્યતા નથી. સામાન્ય રીતે ચાર અથવા છનો ઉલ્લેખ કરાય છે. જિ. ૨૦ કેક (વિ. ૧, પૃ. ૬૯)માં પાંચને પણ નિર્દેશ છે. તેમ કરતી વેળા ઉપયુક્ત ચાર કર્મગ્રંથે ઉપરાંત શિવશર્માસરિકૃત શતકને ઉલ્લેખ કરાય છે. ચાર કર્મગ્રંથ તરીકે નિમ્નલિખિત કૃતિઓ ગણાવાય છે -
(૧) ગર્ગ ઋષિકૃત કમ્મવિવાંગ (કર્મવિપાક). (૨) અજ્ઞાતકક કમ્મસ્થય (કર્મ સ્તવ) યાને બંધુદયસંતજથય
(બન્ધોદયસઢ્યક્તસ્તવ). (૩) અજ્ઞાતકર્તાક બંધસામિત્ત બન્ધસ્વામિત્વ).
(૪) જિનવલગણિત છાસીઈ (ષડશીતિ) યાને આગમિકવર્થીવિયાર (આગમિકવસ્તુવિચાર):
છ કર્મગ્રંથે ગણાવનાર આ ચાર ઉપરાંત બન્ધસયગ અને અજ્ઞાતકક સત્તરિયાને નિર્દેશ કરે છે.
આ છ કર્મગ્રંથે પૈકી પ્રથમને દેવેન્દ્રસૂરિએ પિતાના નવ્યા કમ્મવિવાર (ગા. ૯)ની સંપન્ન વૃત્તિ (પૃ. ૨૬)માં “બૃહત્કર્મવિપાક નામ આપ્યું છે. ગા. ૪રની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૫૩)માં પણ આ જ નામ આપી એમણે એમાંથી અવતરણ આપ્યાં છે.
બીજા કર્મગ્રંથને બૃહકર્માસ્તવ' તરીકે ઉલ્લેખ આ સૂરિએ કમ્મસ્થય (ગા. ૧૪)ની સંપન્ન વૃત્તિ (પૃ. ૧૮૫)માં કર્યો છે જ્યારે ગા. ૨૬ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૯૨)માં બહ8મં સ્તવસૂત્ર તરીકે ઉલ્લેખ છે.
૧-૨. આ બંને સ્થળે બડકર્મ સ્તવ-ભાષ્યને ઉલેખ છે અને એ ભાખ્યમાંથી અવતરણ અપાયું છે.