________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: છે કે સંક્રમ-કરણને અતિદેશ પહેલાં અનેક સ્થળે ઉદયના અને સત્તાના નિરૂપણ પ્રસંગે કરાય છે એટલે જેને નિર્દેશ હેય તેનું સ્વરૂપ વિચારવું ઘટે. આથી સંક્રમકરણનું નિરૂપણ છે અને એને સાહચર્યથી અન્ય કરણનું પ્રરૂપણ પણ સ્થાને છે.
સંક્ષેપ–અધિકારોને વિચાર કરતાં કર્મ પ્રકૃતિ અને સપ્તતિકા એ બે ગ્રંથને પંચસંગહપગરણમાં સંક્ષેપ હોય એમ જણાય છે. આ બે ગ્રંથે પૈકી એક તે શિવશર્મસૂરિએ રચેલી કમ્મપડિ. સંગહણું જ હોય એમ લાગે છે
કિટિવાયના નિ સ્પન્દરૂપ જે છે. સત્તરિયા છે એ જ સત્તરિયા અત્રે પ્રસ્તુત હશે ?
સયગ એ શિવશર્મસરિત બન્ધસયગ જ હશે. કમ્પયડિસંગહણી, સત્તરિયા અને બન્ધસયગને પ્રસ્તુત ગંથમાં કોઈ ને કોઈ રીતે સમાવેશ કરાયો છે એમ માની લઈએ તે પણ સત્કર્મન અને કષાયપાહુડ એવા નામની કોઈ તાંબરીય કૃતિ જ આજે ઉપલબ્ધ નથી તે પછી એને સમાવેશ કેમ થયે છે એ વિષે તે શું કહી શકાય ?
મહત્તર તરીકે નિદેશ–પન્ન મનાતી વૃત્તિમાં તેમ જ . મલયગિિિરકૃત ટીકામાં ચન્દ્રર્ષિની મહત્તર” નામની પદવી વિષે
૧ પજ્ઞ મનાતી વૃત્તિ (પત્ર ૧૦૯)માં “સત્તા માટે “સત્કર્મન' શબ્દને પ્રયોગ કરાયો છે.
૨. આની સ્પષ્ટ સાબિતી માટે કમ્મપડિસંગહણ અને અહીં આપેલા કમ પ્રકૃતિ' અધિકારનું ગાથાની સમાનતા, અર્થ દૃષ્ટિએ સામ્ય એમ અનેક દૃષ્ટિએ સંતુલન થવું ઘટે.
૩. આને અંતિમ નિર્ણય તે આ પ્રાચીન કૃતિની અહીં અપાયેલ સપ્તતિકા-અધિકાર સાથે સરખામણી કરાયા બાદ આપી શકાય. બાકી કેટલીક ગાથા વચ્ચે સામ્ય તે છે.