________________
પ્રકરણ ૫] સવિવરણ પંચસંગહપગરણ ૫૯
ચોથા દ્વારમાં ૧-૨૩ ગાથા છે અને પાંચમા દ્વારમાં ૧-૧૮૫ ગાથા છે. ' આમ કુલ્લે ૩૮૩ ગાથા છેઃ
આમ પાંચ દ્વારમાં ૩૩, ૮૫, ૬૭, ૨૩ અને ૧૮૫ ગાથા છે.
પત્ર ૧૦૦આથી ‘કમ પ્રકૃતિ નામનો બીજો અધિકાર શરૂ કરાયો છે. એની આધ ગાથામાં મૃતધરને પ્રણામ કરી બંધન વગેરે કારણે કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. બંધનકરણ (ગા. ૧-૧૧૨), સંક્રમકરણ (ગા. ૧-૧૧૮), ઉદ્વર્તના–અપવર્તન-કરણ (ગા. ૧-૨૦), ઉદીરણુ-કરણ (ગા. ૧-૮૮), ઉપશમના-કરણ (ગા. ૧-૯૪) અને દેશપશમના (ગા. ૧-૭) તેમ જ નિધત્તિ-નિકાચના-કરણ (ગા. ૧-૨) અને આઠે કરણુ (ગા. ૧) એમ આઠ કરણની કુલે ૪૪૪ ગાથાઓ છે.
પત્ર ૨૦આથી “સપ્તતિકા' નામના ત્રીજા અધિકારનો પ્રારંભ કરાવે છે. એની આદ્ય ગાથામાં એ ઉલ્લેખ છે કે મૂળ પ્રકૃતિએાનું અને ઉત્તર પ્રવૃતિઓનું સાદિ અને અનાદિ (તેમ જ ધ્રુવ અને અધુવ)ની પ્રરૂપણાને લગતું બંધવિધાન કહ્યું. હવે સંવેધને લગતું બંધવિધાન અમે કહીએ છીએ. આ અધિકારને અંગે ૧૫૬ ગાથા છે.
આમ આ પંચસંગહપગરણના ત્રણ અધિકાર છેઃ પાંચ દારના નિરૂપણુરૂપ અધિકાર (ગા. ૧-૩૮૩), કર્મ-પ્રકૃતિ-અધિકાર (ગા. ૧-૪૪૪) અને સપ્તતિકા-અધિકાર (ગાથા ૧–૧૫૬). એકંદરે ગાથાની સંખ્યા ૯૯૩ છે.
અહીં કેઈ પ્રશ્ન ઉઠાવે કે પાંચ દ્વારા કહેવાની પ્રતિજ્ઞા કર્યા પછી ગ્રન્થકારે આઠ કરણને અધિકાર કેમ કહ્યો તે આને ઉત્તર આ અધિકારની આદ્ય ગાથામાં પ્રથકારે જાતે જ સૂચવ્યું
૧. જે. આ. સ.વાળી આવૃત્તિમાં ૩૪, ૮૪, ૬૬, ૧૨ને ૧૮૫ ગાથા (એકંદર ૩૯૧) ગાથા છે.