SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૧) શતક, (૨) સપ્તતિકા, (૩) કષાયપ્રાભૃત, (૪) સત્કર્મન (ગુજ. સત્કર્મ) અને (૫) કર્મપ્રકૃતિ. પાંચ દાર–પાંચ દર કયાં છે તે ગ્રંથકારે ત્રીજી ગાથામાં નિર્દેશ્ય છે. એ ઉપરથી (૧) યોગ અને ઉપયોગની માર્ગ, (૨) બંધક, (૩) બંધવ્ય, (૪) બંધના હેતુઓ અને (૫) બંધના પ્રકારો એમ પાંચ દાર છે એમ જાણી શકાય છે ભાષા, પરિમાણ વિષય ઇત્યાદિ-પંચસંગહની રચના જ, .માં પદમાં કરાઈ છે. પ્રારંભમાં વીર જિનેશ્વરને પ્રણામ કરાયો છે. આ કૃતિમાં ત્રણ અધિકાર છે અને એકંદર ૮૯૩ ગાથા છે. પાંચ ધારરૂપ પ્રથમ અધિકારનું સ્વપજ્ઞ મનાતી વૃત્તિવાળી આવૃત્તિ પ્રમાણેનું પહેલું “યોગપગ-માર્ગણ નામનું દ્વાર ૩૩મી ગાથાએ પૂર્ણ થાય છે. બીજુ ઠાર ૩૪મી ગાથાથી (પત્ર ૧૩થી) શરૂ કરાઈ ૧૧૮મી ગાથાએ (પત્ર ૩૩) પૂણું કરાયું છે. આ પૈકી ૧૧૭મી ગાથાની પણ મનાતી વૃત્તિ (પત્ર ૩૨-૩૩)માં અવતરણરૂપે દસ પાઈય પદ્યો છે. ત્રીજા દ્વારને પ્રારંભ ૧૧૯મી ગાથાથી કરાયો છે. આને લગતી ૧૬મી ગાથા પછી ક્રમાંક પર, પ૩ એમ આ કારની છેલ્લી ગાથાને ક્રમાંક ૬૭ને અપાય છે. આનું શું કારણ છે એ વાત બાજુ ઉપર રાખતાં અને ચાલુ અંક પ્રમાણે વિચારતાં એમ કહી શકાય કે ગા. ૧૧૯–૧૮૫ પૂરતું ત્રીજું દ્વાર છે. ૧ પાંચ દ્વારનું નિરૂપણ, કર્મ પ્રકૃતિ (આઠ કરણ સંબંધી વક્તવ્ય) અને સપ્તતિકા. ૨, ૩૯૩+૪૪૪+૧પ૬. ૩. આનું મૂળ જાણવું જોઈએ.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy