________________
પ્રકરણ ૪] સવિવરણ સત્તરિયા
સામ્ય–અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહમાંની સિરિમાં ૭૧ ગાથાઓ છે. એ પૈકી ૪૦ કરતાં વધારે ગાથા છે. સત્તરિયા સાથે સામ્ય ધરાવે છે. ચૌદેક ગાથામાં પાઠભેદ છે. મંતવ્ય અને વર્ણન ભેદને લઈને બાકીની ગાથા ભિન્ન છે (જુઓ પૃ. ૨૧).
સમાનનામક કૃતિઓ–પ્રસ્તુત સત્તરિયા ઉપરાંત “સત્તરિયા' જેવા નામથી કઈ પાઈય કૃતિ કે “સપ્તતિકા' જેવા નામથી કોઈ સંસ્કૃત કૃતિ સ્વતંત્ર સ્વરૂપે રચાઈ નથી પરંતુ નિમ્નલિખિત કૃતિઓના એક અંશનું આ નામ છે –
(૧) ચર્ષિ મહત્તર પંચસંગહપગરણ. (૨) અજ્ઞાતકર્તાક દિ, પંચસંગહ. (૩) અમિતગતિકૃત પંચસંગ્રહ, (૪) ડઢકૃત પંચસંગ્રહ
વિશિષ્ટ પ્રકાશનની આવશ્યકતા-ગાગરમાં સાગરને ભરવાની કે બિન્દુમાં સિંધુને સમાવવાની અદ્ભુત કળાના નમૂનારૂપ છે. સરરિયાની સાથે સાથે એક જ ગ્રંથરૂપે અંશરૂપ અન્ય સત્તરિયાઓ કે સપ્તતિકા તેમ જ એના ભાસરૂપ કૃતિઓ છપાવાય તે તુલનાત્મક અભ્યાસ માટે વિશેષતઃ અનુકૂળતા રહેશે અને તેમ થતાં કેટલીક વિવાદગ્રસ્ત કે સંદિગ્ધ બાબતે વિષે અંતિમ નિર્ણય રજૂ કરાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે.
અંતમાં સત્તરિયાને અંગે હું બીજી ચાર બાબતે રજૂ કરું છું:
(1) આ કૃતિનું પ્રાચીનમાં પ્રાચીન અને વાસ્તવિક નામ શું છે તે વિચારવું જોઈએ.
(૨) આ પ્રાચીન કૃતિને તુલનાત્મક અભ્યાસ થવો ઘટે.
૧. આવું કાર્ય “સયગ” કે “શતકનામની કૃતિઓ માટે પણ થવું ઘટે.