________________
પ્રકરણ ૪] સવિવરણ સચ્છિા
પૃ ૧૦-૧૧માં કહ્યું છે કે સમગ (શતક)ની યુણિણ (પત્ર ૧)માં શિવશર્મ આચાર્યને શતકના કર્તા કહ્યા છે. એઓ એ શિવશર્મ છે જ કે જેઓ કમ પ્રકૃતિ (
કપડિ) ના કર્તા મનાય છે. આ હિસાબે કર્મ પ્રકૃતિ, શતક અને સપ્તતિકા એક જ કર્તાની કૃતિ સિદ્ધ થાય છે પરંતુ કર્મપ્રકૃતિ અને સપ્તતિકા મેળવતાં એમ જોવાય છે કે સપ્તતિકામાં અનંતાનુબંધી ચતુષ્કને “ઉપશમ–પ્રકૃતિ કહી છે તે કમં પ્રકૃતિમાં ઉપશમના” અધિકારમાં “રાજાળ સામે વા” એવો નિર્દેશ કરી આ ચતુષ્કની ઉપશમ-વિધિને અને અંતરકરણ–વિધિને નિષેધ કરાયો છે. આ પ્રમાણે વિવેચન કરી ત્રણ પ્રશ્ન ઉઠાવાયા છે –
(૧) શું શિવશર્મા નામના બે આચાર્ય થયા છે કે જેમાંના એક શતક અને સપ્તતિકાના કર્તા છે અને બીજા આચાર્ય કર્મ પ્રકૃતિના ?
(૨) શિવશર્મા આચાર્યો કર્મપ્રકૃતિ રચી છે એ શું કેવળ કિંવદંતી છે ?
(૩) શતક અને સપ્તતિકાની કેટલીક ગાથામાં સમાનતા જોઈને એ બેને કર્તા એક છે એમ માનવું ક્યાં સુધી ઉચિત છે ?
આમ પ્રશ્નો રજૂ કરી એ સંભવ દર્શાવાયો છે કે આના સંકલનકાર એક જ આચાર્ય હશે કિન્તુ એનું સંકલન બે ભિન્ન ભિન્ન ધારાઓને આધારે થયું હશે. ગમે તેમ છે અત્યારે તો સપ્તતિકાના કર્તા શિવશર્મસૂરિ જ છે એમ નિશ્ચયપૂર્વક કહેવું તે વિચારણીય છે (જુઓ પૃ. ૧૧).
અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહનું સંકલન વિક્રમની સાતમી સદીની આસપાસમાં થઈ ગયું હતુંજુઓ પૃ. ૧૪). આમાં સપ્તતિકા સંકલિત છે એટલે દિ. સિત્તરિ ની રચના એની પૂર્વે થઈ ગઈ હતી એમ નિશ્ચિત થાય છે (જુઓ પૃ. ૧૪). આ સિત્તરિ છે. સત્તરિયા કરતાં પ્રાચીન છે કે નહિ તેને નિર્ણય પં. ફૂલચન્ટે ફ રાખે છે