________________
પ્રકરણ ૪] સવિવરણ સત્તરિયા
આને અર્થ એ છે કે ચંદ્ર મહારના મતને અનુસરનારી ટીકા પ્રમાણે સમરિની ગાથાનું પ્રમાણ ૮૦માં એક ઓછું અર્થાત ૮૯ છે. “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૪માં છપાયેલી સિત્તરિની આવૃત્તિમાં ૭૫ ગાથા છે, જ્યારે “. આ. સભા” તરફથી મલયગિરિસૂરિકૃત ટીકા સહિત છુપાયેલી સિરિમાં ૭૨ ગાથા છે. આમ જે ત્રણ ગાથાને ફરક છે તેને નિકાલ વિદ્વદૂલભ મુનિશ્રી પુણ્યવિજયજીએ એમની પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૩)માં સૂચવ્યો છે વિશેષમાં ૭૨ ગાથા પૈકી છેલ્લી બે ગાથા પ્રકરણની પૂર્ણાહૂતિ પછીની હોવાથી એ સાચી હોવા છતાં એ ગણવી ન જોઈએ એમ કહી એમણે ૭૦ ગાથાને તાળ પણ મેળવ્યું છે પણ મારે મન એ વાત પ્રતીતિજનક નથી.
“રા ઘgવીના ત્રણ”થી શરૂ થતી ૨૫મી ગાથા એ સત્તરિયાની ચુણિના પ્રણેતાને મતે પાઠાંતરરૂપ છે એટલે એ હિસાબે ૭૧ ગાથા થાય છે એવો નિર્દેશ કરી પં. અમૃતલાલે એમ કહ્યું છે કે પહેલી ગાથા મંગલાચરણરૂપ હોવાથી એની ગણના ન કરવી જોઈએ. એ વાત સ્વીકારતાં “સિત્તરિ” દ્વારા સૂચવાયેલી ૭૦ ગાથા થઈ રહે છે ખરી પરંતુ આ વાત મારે ગળે પૂરેપૂરી ઊતરતી નથીકે મંગલાચરણની ગાથા કેટલીક વાર ગણાતી નથી એ વાત સાચી છે.
પ્રસ્તુત કૃતિમાં ૭૧ કે ૭૨ કે એથી અધિક ગાથા જેવાય છે તેનાં ત્રણ કારણે આ છઠ્ઠા કર્મગ્રંથને હિન્દી અનુવાદપૂર્વકની પ્રસ્તાવિના (પૃ. ૮)માં નીચે મુજબ દર્શાવાયાં છે –
(૧) અંતર્ભાષ્યની ગાથાઓને મૂળની ગાથા તરીકે સ્વીકારે.
(૨) દિગંબર પરંપરામાં પ્રચલિત સત્તરિયાની કેટલીક ગાથાએને મૂળની ગાથા તરીકે સ્વીકાર.
(૩) અન્ય પ્રકરણમાંની કોઈ કઈ ગાથાને પણ મૂળની ગાથારૂપે સ્વીકાર,