________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહત્ય
(ખંડ ૧:
વિષય-પ્રાચીન કર્મગ્રંથ તરીકે છ કૃતિ ગણાવાય છે (અને એમાં છઠ્ઠી કૃતિ તે સત્તરિયા છે, જ્યારે નવ્ય કર્મ ગ્રંથ તરીકે પાંચ ગણાવાય છે અને એ પાંચે દેવેન્દ્રસૂરિની રચના છે). આથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે દેવેન્દ્રસૂરિએ છઠ્ઠો કર્મગ્રંથ કેમ ન ર ? શું એમાં આવતી બાબતો એમના ચેલા પાંચ કમ ગ્રંથમાં આવી જાય છે? આને ઉત્તર “હા” એમ આપી શકાય તેમ છે.
સત્તરિયાની પહેલી જ ગાથામાં અભિધેય તરીકે બંધ, ઉદય, સત્તા અને પ્રકૃતિસ્થાનનું સ્વરૂપ રજૂ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ત્યાર બાદ મૂળ પ્રકૃતિને આશ્રીને બંધસ્થાને, ઉદયસ્થાને અને સત્તાસ્થાનો અને એને પરસ્પર સંવેધ તેમ જ સંવેને અવસ્થાને અને ગુણસ્થાને આધીને વિચાર, એ જ બાબતને ઉત્તર પ્રવૃતિઓને અંગે પરામર્શ, તેમ જ ગતિ અને ઈન્દ્રિય એ માર્ગણ-સ્થાનોને ઉદ્દેશીને કથન, ઉદીરણા, ઉપશમ-શ્રેણિ અને ક્ષપક-શ્રેણિનું સ્વરૂપ અને ક્ષાપક-શ્રેણિનું અંતિમ ફળ એમ વિવિધ બાબત આલેખાઈ છે. સંક્ષેપમાં કહેવું હોય તે કર્મની દસ અવસ્થા પૈકી મુખ્યતયા બંધ, ઉદય અને સત્તા એ ત્રણેનું અને એના ભંગોનું અહીં નિરૂપણ છે. બાકીની સાત અવસ્થાઓ તે ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીરણું, ઉપશમન, નિધત્તિ અને નિકાચના છે અને એને બંધ, ઉદય અને સત્તામાં અંતર્ભાવ થઈ શકે છે.
૧ ૭૫ ગાથાવાળી આવૃત્તિને વિષય અંગ્રેજીમાં The Doctrine of Karman in Jaina Philosophyની પ્રસ્તાવના (પૃ. ૧૮-૧૯)માં ડો. હેમુ ફોન ગ્લેઝેનપે આપે છે.
૨ અને સામાન્ય અર્થ “સંગ” છે. સવેધને અધિકાર પંચસંગહ અને એની પક્ષ મનાતી વૃત્તિ (પત્ર ૨૦૦આ ઇત્યાદિમાં છે. કમ્મપડિસંગહણીના છેલલા અધિકારની ૫૪મી ગાથામાં “સંહ’ શબ્દ વપરાય છે. એની ટીકા (પત્ર ૨૧માં મલયગિરિસૂરિએ એને અર્થ નીચે મુજબ દર્શાવ્યું છે.
“सम्बन्धः परस्परमेककालमागमविरोधेन मीलनम्"