________________
પ્રકરણ ૩] સવિવરણુ બન્ધસયગ “નમિળ નિન યુરછામથી શરૂ થતું ભાસ, (૨) ર૪ ગાથાનું ભાસ, (૩) ચક્રેશ્વરસૂરિએ પોતાના શિષ્ય ગુણધરની અભ્યર્થનાથી વિ. સં. ૧૧૭૯માં ૧૧૨૩ ગાથામાં રચેલું ગુરુભાસ યાને વઢભાસ તેમ જ (૪) જંગવાતાવરથી શરૂ થતું ૧૪ ગાથાનું ભાસ. આ પૈકી પહેલું ભાસ અને ત્રીજું ગુરુભાસ મૂળ કૃતિ તેમ જ માલધારી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ સહિત છપાયેલાં છે. બંધસયગ ઉપર અજ્ઞાતકક ચણિણ છે, પં. હીરાલાલ જૈનના મતે એ દિગંબર યતિવૃષભે રચી છે.
જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૩૭૦)માં આ ગુરુભાસ, ચૂણિ અને વૃત્તિનાં પરિમાણ અનુક્રમે ૧૪૧૩, ૨૩૮૦ અને ૩૭૪૦ લેક જેટલાં દર્શાવાયાં છે. અહીં સૂચવાયા મુજબ ચુણિની કેટલીક તાડપત્રીય પ્રતિ મળે છે અને એ પૈકી એક વિ. સં. ૧૧૭૫માં લખાયેલી છે. આનો પ્રારંભ “તિ નિયમો”થી થાય છે.
દેવેન્દ્રસૂરિએ છાસીઈ (ગા. ૧૪)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૧૪૩)માં શતકબૂચૂણિમાં કહ્યું છે એવા ઉલ્લેખ પૂર્વક ગદ્યાત્મક લખાણ આપ્યું છે તે આ બૃહસૃણિ તે કઈ? વળી મલધારી હેમચન્દ્રસૂરિએ સમગની વૃત્તિમાં આના ઉપરની ચૂર્ણિઓ” અતિગંભીર હોવાનું કહ્યું છે. એ ઉપરથી આની ઓછામાં ઓછી ત્રણ ચૂણિઓ હશે એમ લાગે છે. “વીસમાજ તરફથી ઈ. સ. ૧૮૨૨માં જે “ચૂણિ' છપાઈ છે તે આ પૈકી એક હોવી જોઈએ.
૧. આની હાથથી લીંબડીના ભડારમાં છે અને એ કદાચ ઉપયુંક્ત ૨૫ ગાથાવાળું જ ભાષ્ય હશે એમ જિ. ૨. કે. (વિ. ૧,પૃ. ૩૭૦)માં કહ્યું છે,
૨. જુએ ગુરુભાસ (ગા. ૧૧૧૯). ૩. મુદ્રિત પ્રતિ પ્રમાણે આમાં ૧૧૨૩ ગાથા છે.
૪. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “બન્ધસયગ કિંવા બૃહચ્છતકની બૃહચૂણિ. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૦ અં. ૫ માં છપાયે છે.