________________
૧૧
પ્રકરણ ૧] આગમે અને એને અશે પાપ, બંધ અને મેક્ષને જાણે છે. એ જ્ઞાન થતાં એ જીવ દિવ્ય અને માનવી ભેગોને અસાર માને છે. તેમ થતાં એ જીવ આવ્યંતર અને બાહ્ય સંયોગને ત્યજે છે. એ ત્યાગ કરાતાં એ જીવ મુંડ થઈ અનગારિતા-સાધુતા પામે છે. સાધુ થતાં એ ઉત્કૃષ્ટ સંવરને અને શ્રેષ્ઠ ધર્મને સ્પર્શે છે. તેમ થતાં એ અધિ વડે કલુષિત બનેલી કમરજને ખંખેરે છે. તેમ થતાં એ સર્વવ્યાપી જ્ઞાનને અને દર્શનને પામે છે. એ પ્રાપ્ત થતાં એ કેવલી જિન લોકને અને અલોકને જાણે છે. તેમ થતાં એ યોગોને નિરોધ કરી શેલેશી અવસ્થા સ્વીકારે છે. તેમ થતાં એ કમને ક્ષય કરી કર્મરજથી રહિત બની સિદ્ધિને પામે છે. અને તેમ થતાં લોકના મસ્તકે શાશ્વત સિદ્ધ બને છે.
(૭) દસાસુયખંધ (દશાશ્રુતસ્કન્ધ)–આ છે સુત (છેદસૂત્ર)ને અ. ૯માં “મેહનીય કર્મનાં ૩૦ નિમિતે દર્શાવાયાં છે.
(૮) વવાય (પપાતિક)–આ ઉવંગ (ઉપાંગ)માં કર્મના વ્યુત્સર્ગના આઠ પ્રકારે, નારક તરીકે ઉત્પન્ન થનારને ચાર પ્રકારે કમબંધ તેમ જ મેહનીય કર્મ ભેગવતાં મેહનીયન બંધ એ બાબતે રજૂ કરાઈ છે.
(૮) જીવાજીવાભિગમ –આ ઉવંગમાં સ્ત્રી-વેદ, પુરુષવેદ અને નપુંસક વેદ એ ત્રણ કર્મોની બન્ચરિસ્થતિ ૨, ૧૮-૧૮; ૨, ૨૯-૩૦; અને ૨, ૩૮-૩૯ માં વિચારાઈ છે.
(૧૦) પણgવણ (પ્રજ્ઞાપના)–આ ઉવંગનાં ખાસ કરીને પય (પદ) ૧૪, ૧૭, ૨૩-૨૭ અને ૩૬ અત્રે પ્રસ્તુત છે. ૧૪ મું પય કષાયનું અને ૧૭મું લશ્યાનું નિરૂપણ પૂરું પાડે છે. પય ૨૩૨૭ કર્મને અંગેનાં છે. ૩૬મું પય સમુદ્દઘાત વિષે છે.
વિસ્તારથી કહું તે ૧૪ મા પયમાં કષાયના ક્રોધ, માન, મારા અને લોભ એ ચાર પ્રકારે, ક્રોધાદિનું આત્મા ઇત્યાદિ ચાર