SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કમસિદ્ધાન સબ ધી સાહિત્ય [ ખંડ ૧૦ સ્થાનમાં પ્રતિષ્ઠાન, ક્રોધાદિની ક્ષેત્રાદિ ચાર કારણથી ઉત્પત્તિ, ક્રોધાદિના અનંતાનુબંધી ઈત્યાદિ ચાર પ્રકારો તથા એ ક્રોધાદિના આભેગનિર્વતિત ઇત્યાદિ ચાર પ્રકારો, આઠ કમપ્રકૃતિનાં ચય. ઉપચય, બંધ, ઉદીરણું, વેદના અને નિર્જરા માટે ક્રોધાદિ ચાર સ્થાને અને એનો નરયિકાદિ દંડકને ઉદ્દેશીને વિચાર. ૧૭ મા પયના છ ઉદ્દેસર છે. પ્રથમમાં લેશ્યાના કૃષ્ણ ઈત્યાદિ નામનો ઉલ્લેખ છે. ત્યાર બાદ નિરયિકમાં નિમ્નલિખિત બાબતોની સમાનતા છે કે નહિ એ પ્રશ્ન રજૂ કરાયેલ છે - આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને આયુષ્ય. અસુરકુમારથી માંડીને પૃથ્વીકાયિક વગેરેને અંગે પણ આ બાબતે વિચારાઈ છે. દ્વિતીય ઉગમાં કયા કયા છોને કઈ કઈ લેશ્યા હોય એ સૂચવી ભિન્ન ભિન્ન લેશ્યાવાળા જીનું અપબહુત્વ દર્શાવાયું છે. તૃતીયમાં નૈરયિકની ઉત્પત્તિ, નૈયિકાદિની ઉદવર્તના, નચિકેનાં અવધિજ્ઞાનના ક્ષેત્રનું પરિમાણ તેમજ કઈલેશ્યાવાળાને કેટલાં જ્ઞાન હોય એ બાબતો રજૂ કરાઈ છે. ચતુર્થમાં લેશ્યાઓને વણું, રસ, ગંધ અને સ્પર્શનું, આ લેશ્યાઓનાં પરિણામ, પ્રદેશ, વર્ગણું અને સ્થાનનું તથા એ સ્થાનેનું દ્રવ્યાદિની અપેક્ષાએ અ૫બહુવનું નિરૂપણ છે. પાંચમા ઉદ્ગ માં દેવ અને નારકોને આશ્રીને લેશ્યાઓનાં પરિણામ વિચારાયાં છે. છટ્રામાં ભરતાદિ ક્ષેત્રેનાં માનવી પુરુષો અને સ્ત્રીઓની તેમ જ એ સ્ત્રીઓના ગની લેશ્યા દર્શાવાઈ છે. ૨૩મા પયમાં બે ઉદેસંગ છે. પ્રથમમાં આઠ કમ પ્રવૃતિઓનાં નામ આપી નિરયિકથી માંડીને વૈમાનિકોને કેટલી પ્રકૃતિ હાય, પ્રકૃતિએ જીવ કેવી રીતે અને કેટલાં સ્થાને બાંધે છે. ૧ આ દષ્ટિએ પદ્મલેરીયાને વિચાર કરતી વેળા મદિર ના વિવિધ પ્રકારે દર્શાવાયા છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy