________________
કબંસિદ્ધાન્ત સંબધી સાહિત્ય [ ખંડ ૧: (૫) “ગોત્ર કર્મના બે ભેદ ગણાવી બંનેને આઠ ઉપભેદો હેવાને બાંધેભારે ઉલ્લેખ કરાયો છે.
ત્યાર બાદ પ્રદેશનું પરિમાણ તેમ જ ક્ષેત્ર, કાળ, અને ભાવનું નિરૂપણ છે. “ક્ષેત્ર” થી એ સૂચવાયું છે કે છ યે દિશામાંથી સર્વ આત્મપ્રદેશ દ્વારા કામણ વર્ગણાનું ગ્રહણ કરાય છે. અનુભાગોની સંખ્યા સિદ્ધના અનંતમા ભાગે હેવાનું અને સર્વ કર્મ પ્રદેશનું પરિમાણ સર્વ જીવો કરતાં વધારે હેવાનું કહ્યું છે.
અ. ૩૪માં છયે લેશ્યાઓનો અનુભવ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ત્યાર બાદ એ લેગ્યાનાં નામ આપી એ દરેકના દૃષ્ટાંતપૂર્વક વર્ણ, રસ, ગંધ અને સ્પર્શનો ઉલ્લેખ કરી લેશ્યાને પરિણામના પ્રકારો ૩, ૯, ૨૭, ૮૧ અને ૨૪૩ હેવાનું કહ્યું છે. પછી કયો મનુષ્ય કઈ લેશ્યાને હેાય એ વિસ્તારથી દર્શાવાયું છે. એ દ્વારા લેશ્યાનાં લક્ષણે સૂચવાયાં છે. લેશ્યાઓનાં સ્થાનેની સંખ્યા. લેશ્યાઓની
ઘથી તથા ચારે ગતિ આશ્રીને ઉત્કૃષ્ટ અને જન્ય સ્થિતિ દર્શાવાઈ છે. ત્યાર બાદ લેશ્યાઓના અપ્રશસ્ત અને પ્રશસ્ત એવા બે વર્ગનું અને સંસારી જીવ કઈ લેશ્યા પરિણુત થતાં પરલોક જાય તેનું નિરૂપણ છે.
અ. ૩૬માં સિદ્ધના વિવિધ ભેદે, સંસારી છે પિકી એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ અને એ એનાં આયુષ્ય તેમ જ લેશ્યાનાં નામ એમ કેટલીક બાબતનું નિરૂપણ છે.
(૬)સયાલિય (દશવૈકાલિક)–આના અ. ૪ના અંતિમ ભાગમાં ગા. ૧૪-૧૫માં આધ્યાત્મિક વિકાસનાં નીચે મુજબ સંપાન દર્શાવાયાં છે
જ્યારે સંસારી આત્મા છવ અને અજીવ એ બંનેને જાણે છે ત્યારે સર્વ છાની ઘણા પ્રકારની ગતિને જાણે છે. તેમ થતાં પુણ્ય,