________________
૧૪૨
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: હાથપથી – મૂડબિદ્રીની તાડપત્રની હાથપથી ઉપરથી બીજી નકલો થઈ છે એટલે આ એક જ હાથપથી ધવલા માટેનું સ્વતંત્ર સાધન છે.
વિષય-પ્રથમ ભાગમાં છવટ્રાણુગત “સખ્ત પરૂ વણનાં સૂત્ર ૧૧૭૭ છે.
બીજા ભાગમાં છખંડાગમનું એક સૂત્ર નથી અર્થાત ધવલારૂપ ટીકા જ છે. આની આદ્ય પંક્તિમાં સુચવાયા મુજબ પ્રથમ અંશ એ સંત-સુત્તનું એટલે કે સપ્રરૂપણુસૂત્રનું વિવરણ છે. એ પૂરું થયું હોવાથી પ્રરૂપણ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે.
(1) ગુણસ્થાન, (૨) જીવસમાસ, (૩) પર્યાપ્તિ, (૪) પ્રાણ, (૫) સંજ્ઞા, (૬-૧૯) ગતિ વગેરે ૧૪ માર્ગણ અને (૨) ઉપયોગ એમ વીસ પ્રરૂપણ છે. આ પિકી પ્રાણ, સંજ્ઞા અને ઉપયોગ એ ત્રણ સિવાયની બાકીની પ્રથમ ભાગમાં કહેવાઈ છે એટલે અહીં આ ત્રણનો જ વિચાર કરાયો છે. આ સમગ્ર અધિકાર પૂર્ણ થતાં સન્તપરવણ પૂર્ણ થાય છે, અને સાથે સાથે બીજો વિભાગ પણ પૂરો થાય છે. આ બીજા ભાગનું નામ સંપાદકે “સન્ત-પરૂવણાઆલાપ” રાખ્યું છે.
આ બીજા ભાગગત ધવલા (પૃ ૭૮૮)માં પિડિયા નામની કોઈ કૃતિને ઉલેખપૂર્વક એક અવતરણ અપાયું છે.
ત્રીજા ભાગનું નામ “દવ૫માગમ' રખાયું છે. આ જીવટ્રાણને એક ભાગ છે. એમાં ૧૯૨ સુત્રો છે. આ દ્વારા ગુણસ્થાને અને માર્ગણોને આશ્રીને ક્યાં કેટલા જીવો હોય એને વિચાર છે. આમ કરતી વેળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારે પ્રકારે પ્રમાણુ કામમાં લેવાયાં છે. આને અંગેના ધવલાગત કેટલાક પ્રસંગે સમજાવવા માટે ટિપ્પણોમાં બીજગણિતને આશ્રય લેવાય છે. આ ભાગમાં ધવલામાંથી ગણિતને અંગે કેટલીક માહિતી મળે છે.