________________
પ્રકરણ ૧૨]
છખંડાગમ (Nખડાગામ)
૧૪૧
આમ કુંદકુંદ, શામકુંડ, તું બુલૂર, સમતભદ્ર અને બપદેવગુરુ દ્વારા જે ટીકાઓ ક્રમશઃ રચાઈ તે હજુ સુધી તે કઈ સ્થળેથી મળી આવી નથી.
(૭) ધવલા – ઇન્દ્રન્ટિકૃત કૃતાવતાર પ્રમાણે ઉપયુક્ત વિયાહપણુત્તિના આધારે આ ટીકા રચાઈ છે. ધવલાની પ્રશસ્તિ જોતાં જણાય છે કે એલાચાર્યની કૃપાથી આચાર્ય વીરસેને શકસંવત ૭૩૮માં એટલે કે ઈ. સ. ૮૧૬માં આ પૂર્ણ કરી. આ પ્રશસ્તિમાં ટીકાનું નામ “ધવલા” અપાયું છે. વિશેષમાં આ ધવલાની પૂર્ણાહુતિના સમયને લગતી કેટલીક બાબતો અપાઈ છે કે જે ઉપરથી એની લગ્નકુંડળી ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૪૫)માં અપાઈ છે.
ધવલાનું પરિમાણ છે તેર હજાર લોક જેવડું છે. વીસ વર્ષમાં જયધવલાના સાઠ હજાર શ્લોક રચાયા છે એમ માનતાં દર વર્ષે ૩૦૦૦ લેક જેટલી રચના સરેરાશ ગણાય. એ હિસાબે ધવલાનો પ્રારભ શકસંવત્ ૭૧૪માં થયો હશે એમ કહેવાય.
નામકરણ – “ધવલા’ નામ શાથી રખાયું એ બાબત વિવિધ અટકળો કરાય છે એ ધવલ પક્ષમાં પૂર્ણ થઈ એથી એમ હેય. એ અમેઘવર્ષ પહેલાના કે જેને “અતિશય-ધવલા એવી ઉપાધિ હતી એના રાજ્યના પ્રારંભમાં સમાપ્ત થઈ એથી આ નામ યોજાયું હોય કે ધવલા’ ટીકાનો “પ્રસાદ’ ગુણ જણાવવા આ નામ રખાયું હોય. આ ટીકાનો લગભગ એક તૃતીયાંશ જેટલો ભાગ પાઈપમાં–જ૦ સેમાં અને બાકીને ભાગ સંસ્કૃતમાં છે. આ સમગ્ર ટીકા એના હિંદી અનુવાદ તેમ જ વિશિષ્ટ ટિપ્પણો. પરિશિષ્ટો અને સમુચિત પ્રસ્તાવના સહિત પ્રસિદ્ધ કરાઈ છે. ધવલાના આધારે ગમ્મટસારની રચના થઈ છે અને એ વિશેષ પ્રસિદ્ધિમાં આવતાં ધવલાને અભ્યાસ મંદ પડી ગયો હતો