________________
પ્રકરણ ૧૨] છબડાગમ (ખાસ) વેદના અંગેનું કથન મુખ્ય અને વિશેષ વિસ્તારવાળું હોવાથી એને નામથી આ ખંડ ઓળખાવાય છે.
કૃતિમાં ઔદારિક વગેરે પાંચ શરીરની સંઘાતન અને પરિશાતનરૂપ કૃતિનું વર્ણન છે. વળી એમાં ભવના પ્રથમ અને અપ્રથમ સમયમાં રહેલા છની કૃતિ, એકૃતિ અને અવક્તવ્યરૂપ સંખ્યાએનું પણ વર્ણન છે
કૃતિના સાત પ્રકારે છેઃ (૧) નામ, (૨) સ્થાપના, (૩) કવ્ય, (૪) ગણના, (૫) ગ્રન્થ, (૬) કરણ અને (૭) ભાવ. આ પછી ગણના” નામની કૃતિ વિષે અહીં મુખ્યપણે વિચારણા છે.
વેદનાનું વર્ણન નિમ્નલિખિત સેળ અધિકારપૂર્વક કરાયું છેઃ
(૧) નિક્ષેપ, (૨) નય, (૩) નામ, (૪) દ્રવ્ય, (૫) ક્ષેત્ર, (૬) કાળ, (૭) ભાવ, (૮) પ્રત્યય, (૯) સ્વામિત્વ, (૧૦) વેદના, (૧૧) ગતિ, (૧૨) અનન્તર, (૧૩) સન્નિકર્ષ, (૧૪) પરિમાણ, (૧૫) ભાગાભાગાનુગમ અને (૧૬) અ૫હવાનુગમ.
પાંચમા ખંડનો મુખ્ય વિષય “બંધનીય છે. એમાં ૨૩ પ્રકારની વર્ગણુઓનું વર્ણન છે અને આ પૈકી કર્મબંધને યોગ્ય વર્ગણુઓનું વિસ્તારથી નિરૂપણ છે. વર્ગણાઓના અધિકાર ઉપરાંત સ્પર્શ, કર્મ અને પ્રકૃતિને વિચાર કરાયો છે. જેમકે સ્પર્શનું નિક્ષેપ, નય ઈત્યાદિ સેળ અધિકારપૂર્વક વર્ણન કરી કર્મ સ્પર્શનું પ્રયોજન દર્શાવાયું છે. એવી રીતે કર્મમાં નિક્ષેપાદિ સેળ અધિકારો દ્વારા (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) પ્રયોગ, (૫) સમવધાન, (૬) અધસ, (૭) ઈર્યાપથ, (૮) તપ, (૯) ક્રિયા અને (૧૦) ભાવ એમ દસ પ્રકારનાં કર્મોનું વર્ણન છે. પ્રકૃતિમાં પ્રકૃતિનાં પર્યાય તરીકે શીલ” અને “સ્વભાવને ઉલેખ કરી નામ,
સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારોમાંથી કર્મા–દ્રવ્ય-પ્રકૃતિનું નિપાદિ સેળ અધિકારો દ્વારા વિરતૃત વર્ણન છે.