________________
૨૩૨ કસિદ્ધાત સબંધી સાહિત્ય ખંડ ૨:
(1) સ્વામિ. (૨) કાળ, (૩) અંતર, (૪) દબંગ-વિચય, (૫) દ્રવ્યપ્રણાનુગમ, (૬) ક્ષેત્રાનુગમ, (૭) સ્પર્શનાનુગમ, (૮) નાના-જીવ-કાલ, (૮) નાના-વ-અંતર, (૧૦) ભાગાભાગાનુગમ અને (૧૧) અલ્પાબહવાનુગમ.
આ ખંડમાં એકંદર ૧૫૮૯ સૂત્ર છે જ્યારે “મહાબંધ નામને છઠ્ઠો ખંડ એનાથી ઘણે મોટો છે. આ અપેક્ષાએ આને ક્ષદ્રકબંધ' કહ્યો છે કેમકે એમાં બંધનું સ્વરૂપ મહાબંધ સાથે સરખાવતાં સંક્ષેપમાં છે.
આ ખંડમાં માર્ગણાસ્થાનોની અંદર ગુણસ્થાનની અપેક્ષા રાખીને પ્રરૂપણ કરાઈ છે જ્યારે પહેલા ખંડમાં ગુણસ્થાનોને અવલંબીને પ્રરૂપણ છે. બાકી વિષય બંનેને સમાન છે. પ્રારંભમાં ચૌદ માર્ગણુઓને લક્ષીને કો જીવ કર્મ બાંધે છે અને કયા બાંધતે નથી એ વિચારાયું છે. અંતમાં ચૂલિકારૂપ મહાદંડક છે.
- ત્રીજા ખંડમાં કર્મ–બંધ સંબંધી વિષયોનું બંધક જીવને ઉદ્દેશીને વર્ણન છે. જેમકે કેટલી પ્રકૃતિઓ છવ કયાં સુધી બાંધે છે? કેટલી પ્રકૃતિને કયા ગુણસ્થાનમાં ઉછેદ થાય છે? - દયાબંધરૂપ પ્રકૃતિ અને પરોદય-બંધરૂપ પ્રકૃતિ કેટલી કેટલી છે ? આ પ્રમાણે વિવિધ બાબતો અહીં વિચારાઇ છે. આમ બંધના સ્વામીની વિચારણનું ઘોતક એવું આ ખંડનું બંધસામિત્તવિચય નામ સાર્થક છે. આમાં ૩૨૪ સવ છે. પહેલાં કર સરોમાં આઘ એટલે કે કેવળ ગુણસ્થાન મુજબ કથન છે જ્યારે બાકીનાંમાં આદેશ અનુસાર એટલે માર્ગણ અનુસાર ગુણસ્થાનનું પ્રરૂપણ છે.
ચોથા ખંડને પ્રારંભ પ્રથમ ખંડની જેમ મંગલાચરણથી કરાવે છે. આમાં કૃતિ અને વેદના એ બે “અનુગદ્વાર” છે પરંતુ
૧. “ભંગ એટલે "પ્રભેદ અને વિચર્ય” એટલે 'વિચારણ. ભિન્ન ભિન્ન માગણાઓમાં જીવ રહે છે કે કેમ એ અહીં વિચારાયું છે.