________________
પ્રકરણ ૧૨] છખડાગમ (ષટખડાગામ)
૧૩ ખંડનું પરિમાણ ૧૮૦૦૦ પદનું છે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવિના (પૃ. ૬૫)માં કહ્યું છે જ્યારે એના પૃ. ૬૬માં ચોથા ખંડનું પરિમાણ સોળ હજાર પદોનું કહ્યું છે.
ઈન્દ્રનન્દિએ શ્રુતાવતાર (લો. ૧૩૯)માં મહાબલ્વનું પરિમાણુ ૩૦૦૦૦ શ્લોક જેટલું કહ્યું છે જયારે બ્રહ્મ-હેમન્ડે ૪૦૦૦૦નું કહ્યું છે. આ સંબંધમાં મહાબની હિંદી પ્રસ્તાવના (ભા. ૧, પૃ. ૧૨)માં સુચવાયું છે કે ઉપલબ્ધ અક્ષરોને આધારે પ્રથમ ગણના કરાઈ હશે જ્યારે હેમચન્દ્ર સંક્ષિપ્ત કે સાંકેતિક અક્ષરોને સંહાવતઃ પૂર્ણ માનીને તેમ કર્યું હશે.'
વિષય–છખંડાગમ વિષય જૈન કર્મસિદ્ધાંતનું નિરૂપણું છે. પહેલા ત્રણ ખંડ કર્મને બંધ કરનાર આત્માને અંગે છે અને બાકીના ત્રણ ખંડ કર્મના સ્વરૂપાદિને લગતા છે.'
પ્રથમ ખંડનું નામ જ કહી આપે છે તેમ એમાં જીવનાં સ્થાન વિષે હકીકત છે. (૧) સત, (૨) સંખ્યા, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ અને (૮) અલ્પબહુવ એ આઠ અનુયોગકારોને તેમ જ (1) પ્રકૃતિસમુકીર્તન, (૨) સ્થાનસમુત્કીર્તન, (૩–૫) મહાદંડક, (૬) જઘન્ય સ્થિતિ, (૭) ઉત્કૃષ્ટ સ્થિતિ, (૮) સમ્યફોત્પતિ અને (૯) અતિ-આગતિ એ નવ ચૂલિકામાં ગુણસ્થાનો અને માર્ગઓને આશ્રય લઈ અહીં વિસ્તૃત વર્ણન કરાયું છે.
બીજા ખંડમાં કર્મબન્ધ કરનાર છવનું કમબન્ધના ભેદ સહિત નીચે મુજબની અગિયાર રૂપણીઓ દ્વારા વર્ણન છે -
૧. આને લક્ષીને ગમ્મસારમાં બે કંડ (ડ) ચાયા છે(અ) જીવકંડ અને (આ) કમ્મ-કંડ.