SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯: કર્મસિદ્ધાન્તના અંશ અંગેની કૃતિઓ કર્મસિદ્ધાન્તના અનેક અંશે છે. એ પૈકી એકાદ અંશને કેન્દ્રમાં રાખી કેટલીક કૃતિઓ રચાઈ છે. ગુણસ્થાને એ કર્મસિદ્ધાન્તને એક મહત્ત્વનો અંશ છે એટલે આ પ્રકરણને પ્રારંભ હું એને લગતી કુતિઓથી કરું છું: ગુણસ્થાન સંબંધી ૧૦ કૃતિઓ (1) ગુણસ્થાનકનિરૂપણ–આ હર્ષવર્ધનની રચના છે. એની હાથપોથીઓ અહીંના (સુરતના) જૈનાનન્દ પુસ્તકાલયમાં તથા કેટલાક ભંડારમાં છે. ગુણસ્થાનસ્વરૂપ એ આ કૃતિનું અન્ય નામ હોય એમ લાગે છે. - (ર) ગુણસ્થાનકમારોહ–આ વનસૂરિના શિષ્ય રન શેખરસૂરિએ વિ. સં. ૧૪૪૭માં રચેલી સંસ્કૃત કૃતિ છે. એના ઉપર પજ્ઞ વૃત્તિ છે તેમ જ કોઈકની અવચૂરિ અને શ્રીસરકૃતિ બાલાવબોધ છે. મૂળ કૃતિનાં અપર નામ ગુણસ્થાનક અને ગુણસ્થાનનરાશિ છે. એના લે. ક૬ની પજ્ઞ વૃત્તિગત અવતરણો મેંધપાત્ર છે. ૧. આ કૃતિ પજ્ઞ વૃત્તિ ભહિત દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. મૂળ કૃતિ ગુજરાતી ભાવાનુવાદ સહિત શ્રી સ્વાધ્યાયગ્રંથસંદેહ” (પ, ૪૩૩-૪૭૨)માં છપાવાઈ છે. આ. સ્વા. ગં. સં. સારાભાઈ જેસિંગભાઈએ અમદાવાદથી વિ. સં. ૨૦૧૩માં પ્રસિદ્ધ કરેલ છે. વિશેષમાં " જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૮૯માં મૂળ કૃતિ એને તેમ જ પન્ન વૃત્તિના ગુજરાતી અનુવાદપૂર્વક પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષ માટે જુઓ ૫. ૯૨. ૨ ગુણથાનક એ ગમ્મસારનું અપર નામ છે. જુઓ જિ. ૨. ક (વિ. ૧,પૃ ૧૦૫).
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy