________________
Ge
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: અને “અંતરંગ' વિચાર એવા બે પેટાવિભાગ પાડી પ્રત્યેકના નવ નવ પાડે અપાયા છે. આમ ત્રણ ભાગમાં એકંદર ૧૮+૧૪+૧૮=૫૦ પાઠ છે.
(૮) જૈન દર્શનને કર્મવાદ આ ગુજરાતી પુસ્તકના લેખક અને પ્રકાશક માસ્તર ખૂબચંદ કેશવલાલ છે. આ પુસ્તકમાં નીચે મુજબના દસ પ્રકરણો છે -
(૧) આત્માની સ્વભાવદશા, (૨) આત્માની વિભાવદશા, (૩) પુરાલ-વર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા, (૪) તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થને મૌલિક તત્ત્વની સમજ, (૫) પુદગલનાં ગ્રહણ અને પરિણમન, (૬) પ્રકૃતિબંધ, (૭) કમ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ, (૮) સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, (૯) કમબંધના હેતુઓ અને (૧૦) સંવર, નિર્જરા અને મેક્ષ,
ક
૧. પ્રકાશકીય નિવેદન અને પં. રાજેન્દ્રવિજયજીની પ્રસ્તાવના સહિત આ પુસ્તક વિ. સં. ૨૦૧૮માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં કઈ યત્ર–કોષ્ઠક જેવાને સ્થાન અપાયું નથી.