________________
પ્રકરણ ૮ ] આઠ પ્રકીર્ણક કૃતિઓ
આ કૃતિ “આગમ' ગચ્છના વિક્રમની પંદરમી સદીના જયતિલકસૂરિની પ૬૮ શ્લોક જેવડી રચના છે. એ નિમ્નલિખિત ચાર વિભાગોમાં વિભક્ત છે –
() પ્રકૃતિ-વિચ્છેદ, (૨) સૂક્ષ્માથસંગ્રાહક, (૩) પ્રકૃતિસ્વરૂપ અને (૪) બંધ-સ્વામિત્વ. આ ચાર વિભાગોને “ચાર કમગ્રંથતરીકે ઓળખાવાય છે.
(૬) કર્મગ્રંથ આ શ્રીમલિક કવિએ રચ્યો છે. એઓ છે. હશે અને એમની આ કૃતિ સંસ્કૃતમાં હશે. વૃત્તિ–આ કર્તાએ જાતે રચી છે.
(૭) કર્મવિચાર આ ગુરુશિષ્યના સંવાદરૂપે બાલજીને ઉદ્દેશીને ત્રણ ભાગમાં ગુજરાતીમાં પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે યોજેલી કૃતિ છે. એ ભાગોમાં અનુક્રમે બંધ, સત્તા અને ઉદય વિષે નિરૂપણ છે. પ્રથમ ભાગમાં ૧૮ પાઠ છે. ૧૮મે પાઠ સંગ્રહરૂપ છે. એની પહેલાના કેટલાક પાઠના અંતમાં તે તે પાઠના મુદાઓ રજૂ કરાયા છે. બીજા ભાગમાં ૧૪ પાડે છે. ૧૪મે પાઠ સંગ્રહરૂપ છે. એમાં પ્રશ્નો અને ઉત્તર અપાયા છે. જ્યારે પહેલા ૧૩ પઠે પૈકી પ્રત્યેકના અંતમાં તેને લગતા પ્રશ્નો છે. ત્રીજા ભાગમાં બહિરંગ વિચાર
૧. આના પહેલા ભાગની ત્રીજી આવૃત્તિ અને બીજાની બીજી એક જ પુસ્તકરૂપે હિંમતલાલ પ્રભુદાસ પારેખે અને લલિતકુમાર પ્રભુદાસ પારેખે ઈ. સ. ૧૯૪૯માં પ્રસિદ્ધ કરી છે. ત્રીજો ભાગ જકે જાતે ઈ. સ. ૧૯૨૮માં છપાવ્યું છે અને આ એની પહેલી આવૃત્તિ છે.
ર. આના પૃ. ૧૬૩માં કહ્યું છે કે પ્રકૃતિ વગેરે ચારે બંધ એક અથવા બે સમયમાં બને છે.