________________
૫૪૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મેનાની વાત સાંભળી રાજા અરમિને દઢ નિશ્ચયથી બેલ્યો, “ગમે તે હેય, એક વખત મને તું રત્નકેતુપુર નગરે લઈ જા!”
“તમારી ત્યાં જવાની ખાસ ઈચ્છા જ હોય તે તમે આ ખાટલી ઉપર બેસી જાવ !” મેનાનાં વચનથી રાજા અને મંત્રી, મેનાએ બતાવેલી ખાટલી ઉપર બેઠા એટલે મેનાએ ખાટલી ઉપર બેસીને ખાટલીને આકાશમાં ઉડાડી. આકાશગમન કરતી ખાટલી રત્નકેતપુરના બહારના મરૂત્વનના ઉધ્યાનમાં આવી. રાજા અને મંત્રીને ખાટલી ઉપરથી ઉતારી મેના બેલી, “રાજન ! આ તમારૂં રત્નપુર નગર ! અહીંયાં તમે રહીને તમારું કાર્ય સિદ્ધ કરે ! હવે હું રજા લઈશ.”
“મેના ! તું જાય છે તે ખરી, પણ આકાશગમનની શક્તિ અમે જાણતા નથી. જેથી અમારી શી ગતિ થાય? અમારે જવું છે ત્યારે અમે અમારી નગરીએ શી રીતે જઈએ? આ ભયંકર સમુદ્રના પારને શી રીતે પામીએ? ”
રાજાનાં વચન સાંભળી મને વિચાર કરીને બેલી, મહારાજ! હાલમાં તે તમે રોજ આ નગરી, રાજા, સૌભાગ્યસુંદરી, મકાન વગેરે જુઓ ! અત્યારે તો હું જાઉં છું, પણ આજથી અગિયારમે દિવસે હું પાછી અહિયાં મરત્વનમાં તમને લેવાને આ જગ્યાએ આવીશ.” રાજાને એ પ્રમાણે વિશ્વાસ આપી મેના કદાયણ ખાટલી ઉપર આરૂઢ થઇને પોતાને નગર રત્નપુર ચાલી ગઈ.
રાજા અરિમાઈને વિદ્યા વડે પોતાનું સ્વરૂપ એક રાજકન્યાના સુંદર સ્વરૂપમાં ફેરવી નાંખ્યું, અને મતિસાગર મંત્રી બ્રાહ્મણ બની ગયું. એ બ્રાહ્મણ કન્યાને લઈને નગરમાં ફરતો રાજસભામાં આવ્યો, રાજા આગળ આશી