________________
પ33
પ્રકરણ ૬૩ મું નગર સ્વગપુરી સાથે પણ સ્પર્ધા કરનારું હજી રાજાએ જોયું નથી, તેથી કુવાના દેડકાની માફક રાજા ગર્વને ધારણ કરે છે. પ્રિયે! એ રત્નકેતુપુર નગર, રત્નચંદ્ર રાજ, એની રત્નાવતી રાણું અને સૌભાગ્યસુંદરી રાજકન્યા–એ ચાર અજાયબીની સમાનતામાં આ રાજા અને નગરી વિગેરે સુવર્ણના આગળ રહેલા અંગારા સમાન છે.” રાજા સાંભળે તેવી રીતે શુક પિતાની શુકીને એ કથન સંભલાવીને આકાશમાં ઉડી ગયો.
શુકની વાણી સાંભળી રાજા વિચારમાં પડયો, “અમાપ અને અગણિત દ્રવ્યનો વ્યય કરી મારી નગરીને મેં સાવ સેનાની બનાવી દીધી, છતાં આ શુક્યુગલ આવાં મર્મ વચન મને સંભળાવીને કેમ ઉડી ગયું ? ” આથી રાજા મનમાં દુ:ખી થયે.
રાજાએ પિતાના મંત્રી મતિસાર આગળ રત્નકેતપુરનગર, રત્નચંદ્ર રાજા, રત્નાવતી રાણું અને સૌભાગ્યસુંદરી રાજકન્યા સંબંધી શુકનું કહેલું કથન કહી સંભળાવ્યું; અને એ નગરની તપાસ કરવાને રાજાએ અનેક સેવકને ચારે દિશાએ મોકલ્યા. ચારે દિશાએ ભ્રમણ કરતા રાજાના એ સેવકે નગરીની વાત પણ સાંભળી શક્યા નહિ. શ્રમથી થાકી ગયેલા અને નિરાશ થયેલા રાજસેવકે શ્યામસુખ વાળા થઈને પાછા આવી રાજાની આગળ અધમુખવાળા ઉભા રહ્યા. - રત્નકેતુનગરની ભાળ ન મળવાથી રાજા કાષ્ઠભક્ષણ કરવાને તૈયાર થયો. રાજાને ઉતાવળ કરતે જે મંત્રીઓ ચમકયા, “મહારાજ ! એમ ઉતાવળે આંબા કઈ પાકે નહિ. જરા ધીરજ ધરે ! વાતવાતમાં કોઈ કાષ્ઠભક્ષણ થાય નહિ. »