________________
પ્રકરણ ૫૧ મું
૪૨૧ આ અકસ્માત હાસ્ય જેવાથી રાણીને પૂછયું: “હે પ્રિયે! આ મત્સ્યોને હસવાનું કારણ શું ?”
એમના હસવાનું કારણ હું કાંઈ જાણતી નથી, સ્વામિ! ” રણ બોલી.
રાજાએ સભામાં આવીને મંત્રીઓને મલ્યના હસવાનું કારણ પૂછ્યું, મંત્રીઓ પણ વિનયંપૂર્વક રાજાને કહેવા લાગ્યા, “આપે આપની ખાનગી વાત બીજાઓને પૂછવી જોઈએ નહિ. એવી ખાનગી વાતે ગુપ્ત હોય ત્યાં લગી જ ઠીક લાગે. અન્યથા એમાંથી કેઇની પ્રાણ હાનિને સંભવ થતાં પણ વાર લાગતી નથી.
अर्थनाशं मनस्तापं, गृहे दुश्चरितानि च । वञ्चनं चापमानं च, मतिमान्न प्रकाशयेत् ।।
ભાવાર્થ –ધનનો નાશ થયો હોય, પિતાની ખાનગી કંઇક ગુપ્ત વાત હોય, પોતાના ઘરનું દુશ્ચરિત્ર હોય, ઠગાયા
એ અગર અપમાન થયું હોય, એવી ખાનગી બાબતે બુદ્ધિશાળી પુરૂષ કોઈની આગળ પ્રગટ કરતો નથી. - પ્રધાનની વાત સાંભળીને રાજાએ પુરોહિતને પૂછ્યું, અરે પુરોહિત! મત્સ્યના હસવાનું કારણ કહે !”
આ સાંભળી પુરોહિતના હૈયામાં ધ્રાસકો પડયો.
“સ્વામિન! તેમના હસવાનું કારણ હું પણ જાણતો નથી પુરહિત બોલ્યો.
પુરોહિત, “તે તારે કહેવું જ પડશે. જે તું નહિ કહે તો કુટુંબ સહિત તને ગરદન માવામાં આવશે.”
રાજાનો હુકમ સાંભળી પુરોહિત ભયભીત થઈ ગયો.
ઘર કે બહાર, નગરમાં કે ઉદ્યાનમાં મોતના ભયથી જતા પુરોહિતને કંઈ પણ ચેન પડયું નહિ.
પુરોહિતને શ્યામ મુખવાળે જઈ એની પુત્રી બેલી;