________________
પ્રકરણ ૫૧ મું
૪૧૭ કેઇનો પણ વિશ્વાસ ન કરતા હોય એ પુરૂષ સ્ત્રીનામકર્મ બાંધીને સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે.
જે પ્રાણી સંષવાળો, વિનયી, સરળસ્વભાવી હોય ને સ્થિર ચિત્તવાળે તેમજ સત્ય બેલનાર હોય—એ જીવ સ્ત્રી હોય તે પણ–તે મરીને પુરૂષપણે ઉત્પન્ન થાય છે. જે જે પાપો ગુપ્તપણે કે પ્રગટપણે કરેલાં હોય તે બધાં ગુરૂ પાસે પ્રકાશીને શુદ્ધ અને તેની આલોચના લઈ પ્રાણુ પાપરહિત થાય છે. માટે હે રાજન ! એક ભવમાં કરેલાં પાપની આલોચના કરનાર પ્રાણી અનંત ભવનમાં કરેલાં પાપથી મુક્ત થાય છે. આલોચનાનું મુખ્ય ફળ તે મુક્તિ છે. આલેચનાથી પાપનો નાશ કરનાર પ્રાણુ પરપરાએ કરીને મુક્તિ પામે છે. ” ગુરૂ સિદ્ધસેનસૂરીને આ પ્રમાણેને ઉપદેશ સાંભળી રાજાએ પોતાનાં દુષ્કર્મને પ્રગટ કરી ગુરૂ પાસે આલોચના લેવા માંડી. અનેક ધર્મકૃત્ય કરતાં રાજાએ પિતાના પાપને છેદ કરવા માંડ્યો.
રાજા વિક્રમાદિત્યે એકસે તે કૈલાસ સમાન ભવ્ય જનમદિર બંધાવ્યાં, દશ હજાર જીનપ્રતિમાઓ ભરાવી, અને શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં રાજાએ અનેક સિદ્ધાતો તેનારૂપાના અક્ષરોથી લખાવ્યા. રાજાએ લાખ લાખ સાધમિકેને અન્નપાણીથી તૃપ્ત કરી મનહર વસ્ત્રાદિકથી સંતષિત કર્યા. તે દરરોજ ત્રણ વાર જીનેશ્વરની પૂજા કરતા હતો. રેજ પ્રાસુક જળ પીવાનું રાખતો હતો, અને નિરંતર પરોપકાર કરી પોતાનું જીવન સફળ કરતો હતો.
રાજા દરરોજ ત્રણસે નવકાર ગણો હતો. દરરોજ નવકારશીનું પ્રત્યાખ્યાન કરતો હતો, ને અષ્ટમી આદિ પર્વતિથિએ એકાશન આદિ તપ કરતે. ગુરૂના જોગ હોય તે વંદન કરવાનું ભૂલતા નહિ. દરરોજ સામાન્ય પણેએ રીતને