________________
૪-૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ચંદ્રસેનની વાણી સાંભળી ભૂદેવ મનમાં ખુશી થયો. યથાસમયે તે રાજસભામાં રાજાને આશીર્વાદ આપી ઊભે રહ્યો. રાજાએ તેને સારી દક્ષિણે આપી. ચંદ્રસેને ભીમરાજા આગળ ભૂદેવનાં ખુબ વખાણ કર્યા, “રાજન ! આ ભૂદેવ ભૂત, ભવિષ્ય અને વર્તમાન, સારૂં જણે છે, આપ કાંઈક ખાતરી કરો ! ”
રાજાએ ચંદ્રસેનની વાણી સાંભળી ખુશી થતાં કહ્યું, “ કહે ભૂદેવ ! આજે મારા રાજ્યમાં શું થશે ?''
લગ્નબળ જોઈ ભૂદેવ બોલ્યા, “કાલે તમારે પટ્ટહસ્તી મૃત્યુ પામી જશે
એ અશુભને નાશ શી રીતે થાય ? ”
“જે બનવાનું છે તે કદાપિ મિથ્યા થશે નહિ, રાજન ! ”
રાજાએ ભૂદેવનું વચન સત્ય ઘારીને રાત્રીના સમયે પટ્ટહસ્તીની રક્ષા માટે તેની ફરતા હજ સેવકની ચેકી મુકી દીધી. પ્રાત:કાળે સૂર્યોદય પટ્ટહસ્તી ગજરાજ મદો. ન્મત્ત થઈ છકી જવાથી અલાનચકનું ઉમૂલન કરીને શહેરમાં ત્રાસ વર્તાવતે ચાલ્યો. મહાવત કે રાજસેવકે કોઈ એને રોકવાને સમથ થયા નહિ. નાગરીકેનાં હાટ, ઘર વગેરેને ભાગતે નગરમાં નીડરપણે તે ઘુમવા લાગ્યા. નગરના લેકે તો પિતપતાનો જીવ બચાવવા જેને જ્યાં ફાવ્યું ત્યાં નાસવા લાગ્યા. એ ગજરાજની સામે કેણ બાથ ભીડી શકે ? મનુષ્યપ્રાણીની એટલી બધી શક્તિ હેય પણ ક્યાંથી ? નગરમાં હાહાકાર મચી ગયે. રાજા અને નગરના લેકે આકુળવ્યાકુળ થઈ ગયા ગજરાજ નગરમાં ભાંગતોડ કરતો રાજમાર્ગો ચાલે. રાજમાર્ગમાં નાસભાગ કરતી કૃષ્ણદ્વિજની પત્ની તેમજ બીજી સ્ત્રીઓ હાથીના ઝપાટામાં