________________
૩૯ર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પ્રકરણ ૪૮ મું.
નારીચરિત્ર वञ्चकत्वं नृशंसत्वं चंचलत्वं कुशीलता ।
इति नैसर्गिका देाषा, यासांतासु रमेत कः ।। ભાવાર્થ–ઠગાઈ, સુરપણું, ચંચળતા અને સ્વછ દીપણું એ સ્વભાવિક દોષને ધારણ કરનારી સ્ત્રીઓ તરફ ક સજ્જન પુરૂષ મીઠી નજરે જુએ!
નિશાના ઘેર અંધકારમાં નગરચર્ચા જોવા નીકળેલ રાજા વિકમ ગુપ્ત વિષે ફરતે ફરતે કેઈ શ્રેષ્ઠીના મકાનની આગળ આવ્યો. એ મકાનના આંગણુમાં સૂતેલી બે બાળકાને વાત કરતી સાંભળી, તે ત્યાં આગળ ક્ષણભર ઉભે રહ્યો.
બને બાલિકાઓમાંની એક છોકરી સભાગ્યસુંદરીએ પૂછયું, “અરે સખી, તું પરણીને સાસરે જઈ શું કરીશ?”
હું પરણીને સાસરે જઈ સાસુ-સસરાની સેવા કરીશ, પતિની ભક્તિ કરીશ.”
એ સખીની વાત સાંભળી સૌભાગ્યસુંદરી ફગરાતી બેલી, “હું! શું તું આવી ગુલામી કરીશ?”
“ ત્યારે તું શું કરીશ, સખી ?”
હું તે પતિની સાથે પરણી સાસરે જઈ પતિને છેતરીશ; અને પરપુરૂષ સાથે મજા કરીશ.”
રાજા વિક્રમ એમની વાત સાંભળી મકાનની નિશાની યાદ રાખી ત્યાંથી ચાલ્યો ગયો. પ્રાત:કાળે રાજસભામાં આવીને રાજસેવકેને એ મકાનના માલિકને તેની નિશાની આપી બોલાવવા મોકલ્યા. રાજસેવકેએ એ કન્યાના પિતાને સભામાં હાજર કર્યો. રાજાએ એના પિતાને પુષ્કળ ધન