________________
૩૨૬
વિક્રમચરિત્ર યાને કોટિ વિજય ગયું. બધાય-પાચે જણાએ એ ઓરડામાં પ્રવેશ કર્યો ને અપશુકન થયા. રત્નની પેટીઓ ઉપાડવા જતા હતા, ત્યાંજ શિયાળને શબ્દ સાંભળીને પેલો શબ્દ પારખનાર સ્થંભી ગયો, “અરે! અરે ! થોભે! ! પાછા ચાલ! “પણ છે શું ? ” પેલે પ્રજાપાલ છે .
અરે, જુઓ તો ખરા! આ શિયાળ શબ્દ કરે છે તે! તે કહે છે કે, મૂર્ખાઓ સમજતા નથી ને ખાતર પાડે છે, પણ માલીક તે તમારી સાથે જ છે, રાજા તમને જુએ છે, ને ખાતર કેમ પાડે છે ? '
“અરે જવા દો એ વાત! સાતમી ભૂમિકાએ સુતેલા રાજા ભલેને આપણને જુએ! તે શું કરવાના છે? એક એક પેટી લઈને ભાગે, ચાલો ! '' પ્રજાપાલ તેમનો ઉત્સાહ વધારતે છે . "
તેઓએ ફરીને પ્રજાપાલના કહેવાથી પેટીઓ લીધી ને ફરી શિયાળનો શબ્દ થયે, “અરે, ભલા માણસો ! ઘરના માણસો જોતાં તમે રત્નની પેટીઓ ઉપાડી જાય છે, તે તમને નહિ પચે ! ” શબ્દ પારખનારે બધાને વારવા માંડયા, પરંતુ તેમાં પ્રજાપાલ બોલ્યો.
હું છતાં બીજે ગૃહપતિ કેણ જુએ વળી? ઉપાડે! જરાય ન ડરે ! શિયાળને બલવાનું કાંઈ ભાન નથી.'
પ્રજાપાલના શબ્દો સાંભળી શબ્દજ્ઞાની છે, “જુઓ ભાઈ ! આ શિયાળ આ કુતરીને કહે છે કે અરે સુનિ! રાજાના ઘરનું અન્ન ખાઇને રાજાની ચોરી કરાવે છે, ને ઉભી ઉભી જોયા કરે છે? વાહ ! ઉપકારનો બદલે તે સરસ આપે છે."
શિયાળના પ્રશ્નના જવાબમાં શુનિ કહે છે કે, “હ શું કરું? જ્યાં માલિક પિતે જ બધું જાતે કરાવતા હોય ત્યાં મારૂં શું ચાલે? |