________________
પ્રકરણ ૩૨ મું
૨૭૩ હે ભગવન! આ બાળકની સાથે મારો સંબંધ ક્યા કર્મને અનુસારે થયે? કૃપા કરીને આપ એને પૂર્વભવ કહે ! રાજાએ પુત્રના બોલવાથી આનંદ પામતાં ગુરૂને કહ્યું.
ગુરૂ શ્રી દત્ત કેવલીએ શુકરાજને પૂર્વભવ સભા સમક્ષ કહી સંભળાવ્યો. “ભદિલપુર નગરમાં છતારી રાજા સભા ભરીને બેઠે હતે. તે વારે એક પુરૂષ રાજસભામાં પ્રવેશ કરી રાજાને નમી બોલ્યા, મહારાજ લક્ષ્મીપુર નગરમાં વિજયદેવ રાજાને પ્રીતિમતી પ્રિયા થકી ચાર પુત્ર ઉપર હંસી અને સારસી નામે બે પુત્રીઓ થઈ. યૌવનવય આવ્યે છતે રાજાએ તેમના વિવાહ માટે સ્વયંવર મંડપ રચાવી અનેક રાજાઓને આમંચ્યા છે. તે રાજાએ મને પણ આપને આ મંત્રણ આપવા મોકલે છે, માટે આપ પધારો ! ” એ પુરૂષની વાણી સાંભળી રાજ ખુશી થયો.
“ રાજા પરિવાર સહિત લક્ષ્મીપુર નગરમાં આવ્યું અને સ્વયંવરમાં પૂર્વના પુણ્યથી બને કન્યાઓને પરણી અનુક્રમે પિતાની નગરીમાં લાવ્યા. સંસાર–રાખમાં મગ્ન થયેલ રાજા એકદા ઉદ્યાનમાં પધારેલા શ્રીધર આચાર્યને વંદન કરવાને આવ્યો. તેમની ધર્મદેશના સાંભળીને રાજા રાણીઓ સહિત પોતાને સ્થાનકે ગયે. ધર્મનું આરાધન કરતાં આ હંસીએ સરળ સ્વભાવથી પુરષોગ્ય કર્મ બાંધયું, અને માયાવી સારસીએ સ્ત્રીનામકર્મ બાંધ્યું, એ પછી કદી સારસી હસી સાથે વાતવાતમાં તકરાર કરવા લાગી.
એક દિવસે રાજા છતારી શંખપુરના સંઘની સાથે ઋષભદેવને નમવાને પ્રિયાએની સાથે વિમલાચલ ગયે. ત્યાં ત્રષભદેવને નમી, પૂજન અર્ચન ને સ્તુતિ કરી પરિવાર સહિત પોતાને નગરે આવ્યું. ગુરૂએ કહેલા ધર્મનું પાલન કરતાં રાજા છતારીએ પિતાને કાલ ૧૮