________________
પ્રકરણ ૨૮ મું
२४१ એ કાગળ ખેંચી કાઢી વાંચી લીધ: કાગળ વાંચ્યા પછી એ બાળાના રૂપરંગ બદલાઈ ગયા, હર્ષના આવેશથી એ કંઈક હસી. એની સખીઓ પણ રાજી થઈ. બાળાએ પોતાનું એક આભૂષણ માલણને ઇનામમાં આપ્યું. “આ કાગળના આપનારને કહેજે કે તમારા લખ્યા મુજબ હું વિતીશ.” એક નજીવા કાગળના ટુકડાથી થયેલું આ પરિવર્તન જોઈ આથી બનેલી માલણ ત્યાંથી રવાના થઈ ગઈ ને ઘેર આવી વેદ્યને વધામણી આપી,
સાંજના સમયે પટહની ઉષણ થતી થતી વીરશ્રેણીના મકાન નજીક આવી. રાજા તરફથી પટહુની ઘોષણા થતી જાણું તક આવી પહોંચી હોવાથી બાળા કનકકુમારી ઝટ વસ્ત્ર પરિધાન કરી નીચે ઉતરી. મકાનની બહાર નીકળી; પટહેને સ્પર્શ કરી પિતાના મકાનમાં ચાલી ગઈ. રાજસેવકેએ નામઠામ જાણું તરતજ વિક્રમાદિત્યને એ સમાચાર આપી દીધા અતિ ઉત્કંઠિત થયેલ રાજા મંત્રીઓ સાથે વીરછીને મકાને આવી પહોંચ્યો ને બાળા કનકકુમારીને પડદામાં રાખી પોતાના આતમંડળ સાથે પડદા આગળ બેડે. “હે વત્સ! કઈ પણ ભય રાખ્યા વગર મારા પુત્રના સમાચાર તું કહે ! તે કયાં છે? અને હાલમાં તે કયાં રહેલું છે ? )
પડદામાં રહેલી કનકૂમારી નિર્ભયતાથી બોલી, “હે મહારાજા અવંતીપતિ ! રાજકુમાર અવંતીમાંથી પિતાના મિત્ર સેમત સાથે નીકળ્યા. જંગલમાં એમના કપટી મિત્ર સેમદંત કાંકરા વડે જુગાર રમાડી એમની બે આખો જીતીને લઈ લીધી; રાજકુમાર અંધ થયા.” આંખમાંથી આંસુ પડવાથી કનકકુમારી અટકી.
પછી ? '' રાજાએ પુછ્યું