________________
૨૪૦
વિક્રમચરિત્ય યાને કૌટિલ્યવિજય “એ નજીવું કામ કરવામાં મને શું હરક્ત હેય? અત્યારે જ જાઉ, લાવે તમારે પત્ર! )
ઝટ જા. * વૈદ્ય કહ્યું. વૈઘને ખાનગી કાગળ પોતાના ખીસ્સામાં સેરવી માલણ ફુલની છાબ ભરીને સારાં કપડાં ધારણ કરી હતી રમતી ચાલી. શહેરમાં ફરતી તે વીરછીના મકાન આગળ આવી પહોંચી. વાતેથી વીરશ્રેણી અને ભીમને ખુશ કરતી તેણે કુલના ગજરાની ભેટ કરી ભીમને ખુશ કર્યો. “તમારી પેલી પરી તો મને બતાવે ! કયા સ્વર્ગમાંથી ઉપાડી લાવ્યા છો તે? લેકો એના રૂપની બહુ તારીફ કરે છે ! માલણના લટકામાં લપેટાઈ જતાં ભીમે આંગળી ચીંધી સામેનું મકાન બતાવ્યું.
આ મકાનમાં જુઓને! જુઓ બને તે એને સમજાવજે જરી? ” ભીમનો જવાબ સાંભળી માલણ એ મકાન તરફ ચાલી.
જરૂર! ” માલણે ભીમને દિલાસે આવ્યો.
એ પાસેના રમણીય મકાનમાં પ્રવેશ કરી માલણ દાદરનાં પગથિયાં ચડી ગઇ. મને હર સ્વરૂપવાળી, સુંદર વાનવાળી બાળા દીવસે કમલિની માફક નિસ્તેજ બનેલી એણે જોઇ, ધીરેધીરે પાસે આવી માલણ એની સામે બેઠી; સારાં સારાં મનોહર ફુલ એની આગળ ધર્યા: અને કહ્યું, “હે બાળા જરી મારી સામે તો જો! 2
એ કરમાયેલા વદનવાળી અશ્રુભીની લેનવાળી બાળાએ એના સામું જોયું. “હું આ નગરની મુખ્ય માલણ છું.એમ કહી માલણે ફુલનો હાર એના હાથમાં આપે.
તારા આ હારને હું શું કરું? ” બાળા કનકકુમારી હારની મધ્યમાં રહેલા કાગળને જોઈ ચમકી. ઉત્સુકતાથી