________________
૧૨૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય મહારાજ ! આપના મહેલની પાછળ ફરતી સેનિકેની ટુકડી કાયમ રહે છે. આખી રાત્રી પર્વત તેઓ પ્રમાદ નહિ સેવતાં મહેલનું રક્ષણ કરે છે.”
ત્યારે અમારા આભૂષણની પેટી કોણ ઉપાડી ગયું? સવાર તમે ચોરને પકડી લાવો નહિતર ચોરની શિક્ષા તમેને કરવી પડશે.” તલાક્ષકને કહી રાજા પ્રાતવિધિથી પરવારી રાજસભામાં આવ્યું, મંત્રીઓ આગળ રાત્રી સબંધી વૃત્તાંત કહી સંભળાવ્યો. “મારા મહેલમાં પ્રવેશ કરી દઇએ અદભુત કામ કર્યું છે. સૈનિકોની સુંદર વ્યવસ્થા છતાં આભૂષણની પેટી ઉપાડી જનારની શકિતની વાત જ શી કરવી?” વિક્રમાદિત્યની વાત સાંભળી મંત્રીઓ વિચા રયાં પડયા. ભકમાવ પણ આ વાત સાંભળી ઉદાસ થઈ ગયો, “રાજા હજી ખરિકને મારીને માંડ પરવાર્યા છે, ત્યાં વળી આ બીજ દુષ્ટ કેણ ફાટી નીકળ્યો.”
“મહારાજ! આપના મહાલયમાં પ્રવેશ કરી રે આપની સામે યુદ્ધ જાહેર કર્યું છે કે, તમારે તમારા સૈનિ. કેની શકિત હોય તો મને પકડ–હવે હું આખીય નગરીને લુશ.ભકમાત્ર નિરાશ, ઉદાર તેમજ ગંભીર મુખમુદ્રા કરી બોલે.
તમારું કથન સત્ય છે. ખર્પરકને મારીને નિવૃત્ત થયે ત્યાં તો આ બીજો ખર્ષક પેદા થયે એ દુષ્ટ નિસાસમયે ધનિકેના મૃહમાં પ્રવેશ કરી નિશંકપણે ખર્પરકની માફક લોકોને લું પાયમાલ કરશે-સારા શહેરને ત્રાહીત્રાહી કરાવશે.”
રાજાએ વિચાર કરી રાજસભામાં પાનનું બીડું સુવર્ણના થાળમાં મુકીને ઘેરવ્યું, “જે કઈ ચોરને પકડી રાજા પાસે હાજર કરે તે આ બીડું ગ્રહણ કરે ” આ અદ્દભુત ચારને પકડવાની કેઈને હિંમત ચાલી નહિ. રાજસભામાં ફરીને