________________
પ્રકરણ ૧૪ મું
૧૨૧ હવેથી તારે માટે! નગરમાંથી હું જે જે દ્રવ્ય ઘાવું તે બધું તારેગ્રહણ કરવું, સમજીને મહાકાલી ! ”
સવારનું વચન સાંભળીને એ દ્રવ્યલાલચુ કાશી મનમાં રાજી થઈ, સર્વરની ભકિત કરતી કાલીએ સર્વહકને સારી રીતે ખાનપાન કરાવ્યું. પછી તેઓ પોતપોતાના સ્થાનકે નિદ્રાધીન થઈ ગયાં.
પ્રાતઃકાળે રાજમહેલમાં જાગૃત થયેલો રાજા પલંગ ઉપરથી નીચે ઉતરી, પલંગ નીચેથી આભુષણની પેટી લેવા ગમે તે પલંગ નીચે કાંઈ ન મળે ! પ્રિયા કલાવતીને જગાડી પૂછયું; “પ્રિયે! આભુષણની પટી ક્યાં ? 1
પલંગ નીચે મુકી છે ને ! કેમ આજે પૂછવું પડયું? શું પલંગ નીચે નથી? )
“ પલંગ નીચે તો કાંઈ નથી. જરા યાદ કર! બીજે તે નથી મુકીને ?
ના રે ના ! પલંગ નીચેજ પેટી મુકી છે. આટલી વારમાં હું શું ભુલી જાઉં? 2 કલાવતીએ પલંગ નીચે પ્રષ્ટિ કરી. અહીં તે કાંઈ નથી, આ શે ઉત્પાત ? અત્યંત રક્ષણય સ્થાનકમાંથી કઈ હરી ગયું કે શું? સ્વામી ! આ શું ? ” કલાવતી આકુળ વ્યાકુળ બની ગઈ,
પ્રિયે ! એમજ થયું છે. કેક અદભુત શક્તિવાળા ચારે અહીંથી જ ચોરીની શરૂઆત કરી અને પડકાર્યો છે.” રાજાએ ધીરજથી કહ્યું. તે પછી પગીઓને બોલાવી પગલું જેવાને કહ્યું, ઘણી સારી રીતે જેવા છતાં પગલું મળી શકયું ન હૈ. | વિક્રમાદિત્યે તલારક્ષક-કોટવાલને બેલાવી હાકે, “રાત્રે તમે કેવી ચોકી કરે છે ? મારા મહેલની પણ ચોકી કરતા નથી તે શહેરની વ્યવસ્થા તમે શું જાળવતા હશે ?”